<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સરાડીયા નજીક બસ ઉંધી વળતા ૩ મહિલાને ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૧: ભારત મિલ ઢોરા ઉપર નદીના કાંઠે રહેતા ૪૫ વર્ષીય રોશનબેન જાહિદભાઈ સુમરા, તેના બહેન નુરબાઈબેન તથા ભાભી ખેરૂનબેન ગઇ તારીખ ૬ એપ્રિલના રોજ સવારે ૧૦ વાગ્‍યાના અરસામાં જૂનાગઢથી જીજે ૧૧ ટીટી ૫૫ ૫૪ નંબરની ખાનગી ટ્રાવેલ્‍સની બસમાં બેસી રાણાવાવ ખાતે જીયારતમાં જવા માટે નીકળ્‍યા હતા. ખીચોખીચ પેસેન્‍જર સાથેની બસ માણાવદર તાલુકાના સરાડીયા ગામની બહાર નીકળી પુલ ઉપર પહોંચતા ટ્રાવેલ્‍સ બસના ડ્રાઈવરે બસના સ્‍ટીયરિંગ કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્‍માતથી રોશનબેન, તેના બહેન અને ભાભી સહિત મુસાફરોને ઈજા થતા સરાડીયા, માણાવદરના સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

ઘટના અંગે મહિલાએ ગુરુવારે ફરિયાદ કરતા માણાવદર પોલીસે ખાનગી ટ્રાવેલ્‍સના બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. (રર.૫)

(11:02 AM IST)