<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

શાપર-વેરાવળ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ટ્રેકટર માલીકને પરત આપ્‍યું

રાજકોટ તા. ૧૧: શાપર-વેરાવળ પોલીસે ટ્રેકટર ચોરીનો ભેદ ઉકેલી કબ્‍જે કરાયેલ ચોરાઉ ટ્રેકટર માલીકને પરત આપ્‍યું હતું.

મળતી વિગતો મુજબ ગઇ તા. ૧૭/૧ર/ર૦ર૪ના રોજ શાપર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદીએ કોઇ અજાણ્‍યો આરોપી પોતાનું મહેન્‍દ્રા કંપનીનું ટ્રેકટર 475 DI MS PLUS  રજી. નંબર MP-45-ZC-1293 વાળું કી. રૂ. ૭,૦૦,૦૦૦/- શાપર ગંગા ગેઇટ પાસેથી ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ આપતા હિમકરસિંહ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍યએ મિલ્‍કત સંબંધી અનડીટેકટ ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્‍વયે કે. જી. ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ માર્ગદર્શન હેઠળ શાપર (વે.) પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. આર. બી. રાણાએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ દરમ્‍યાન સદર વણશોધાયેલ ગુન્‍હો શોધી કાઢી આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મહિન્‍દ્રા કંપનીનું ટ્રેકટર કબ્‍જે કરી ફરીયાદીશ્રીને ‘‘તુેરા તુજકો અર્પણ'' અંતર્ગત પરત સોંપી આપેલ હતું. (૭.૧૮)

(11:02 AM IST)