<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કલ્‍યાણપુરના ડાંગરવડ ગામે તરબૂચ ભરવા મદદ માટે ગયેલ ટ્રોલીના બમ્‍પર ઉપર ઉભેલ તરૂણ નીચે પટકાઇ જતા મોત

જામ ખંભાળિયા તા. ૧૧ :..  કલ્‍યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા ચનાભાઈ અજાભાઈ ચૌહાણ નામના ૩૫ વર્ષના યુવાનનો ૧૪ વર્ષે પુત્ર ધવલ ગત તારીખ ૧ એઙ્ઘિલના રોજ અન્‍ય બે છોકરાઓ સાથે ચપર ગામે નેભાભાઈ લખમણભાઈ ભાટિયાની વાડીમાં તરબૂચને ટ્રેક્‍ટરની ટ્રોલી વડે ભરાવીને ખરાબામાં નાખવાની મદદ કરવા માટે ગયો હતો.

ત્‍યારે ટ્રેક્‍ટરના આગળના ભાગે આવેલા લોખંડના બમ્‍પર ઉપર ઉભેલા ધવલને નેભાભાઈએ બમ્‍પર ઉપર ઉભો રહેવાની ના પાડી હતી. પરંતુ ધવલ ઊતર્યો ન હતો. જેથી નેભાભાઈએ ઇરાદાપૂર્વક ટ્રેક્‍ટરને બેદરકારીપૂર્વક ચલાવી, વળાંક લેતા આગળ ઊભેલો ધવલ નીચે પટકાઈ પડયો હતો અને તે બમ્‍પરના ભાગે તથા ટાયર વચ્‍ચે આવી જતા તેમને માથામાં ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્‍માત બનતા ધવલને ઈમરજન્‍સી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. જ્‍યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ ત્‍યાં ગત તા. ૪ ના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ સમગ્ર બનાવ અંગે કલ્‍યાણપુર પોલીસે ચનાભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ચપર ગામના નેભા લખમણભાઈ ભાટિયા સામે  હેઠળ ગુનો નોંધી,  તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ કરવામાં આવી છે.

દ્વારકા, ઓખામાં ત્રણ સ્‍થળોએ જુગાર દરોડામાં બે મહિલાઓ સહિત તેર ઝડપાયા

દ્વારકાના રૂપેણ બંદર વિસ્‍તારમાં પોલીસે જુગાર દરોડો પાડી, મોડી રાત્રિના સમયે રોન પોલીસ નામનો જુગાર જુગાર રમી રહેલા જાકુબ હુસેન ભેંસલીયા, શબીર લાખાભાઈ લુચાણી, ઇશા કાસમભાઈ ભેંસલીયા અને હનીફ દાઉદ મુસ્‍લિમ નામના ચાર શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આ શખ્‍સો પાસેથી પોલીસે રૂ. ૧૩,૬૧૦ રોકડા રૂ. ૫,૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન તેમજ રૂ. ૩૦,૦૦૦ ની કિંમતનું ઈ-બાઇક મળી, કુલ રૂપિયા ૪૮,૬૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્‍ય એક દરોડામાં દ્વારકાના ઇસ્‍કોન ગેઈટ પાસેથી પોલીસે મધ્‍યરાત્રીના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અતુલ કાયાભા સુમણીયા, અજય દોલુભા સુમણીયા, જીગ્નેશ વિઠ્ઠલભાઈ ચાવડા, રમેશ મેઘજીભાઈ ખારવા, કાયાભા દેવાભા સુમણીયા અને શશીકાંત જગન્નાથ નાડર નામના છ શખ્‍સોને રૂપિયા ૩,૩૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્‍યો હતો.

ઓખા મરીન પોલીસે અલાના ભીખન તુરક, મુમતાઝબેન સુલેમાન ભીખલાણી અને જુબીબેન સુલેમાનભાઈ કુરેશીને તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. (પ-૧૩)

(11:03 AM IST)