News of Friday, 11th April 2025
ટંકારાના અમરાપરમાં પગ લપસતા કુવામાં પડી જતા તરૂણીનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૧: ટંકારાના અમરાપર રોડથી જીવાપર જવાના રસ્તે કુવામાં પાણી ભરવા જતા અકસ્માતે તરૂણીનો પગ લપસી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજયું હતું.
ટંકારાના અમરાપર ગામે ગોવિંદભાઇ અમરશીભાઇ પટેલની વાડીમાં રહેતા તોલીબેન રામાભાઇ સંગાડ (ઉ. ૧૩) ગત તા. ૮ ના રોજ તેઓના શેઠની વાડીએ બકરા માટે પાણી ભરવા માટે કુવાની બાજુમાં આવેલ કુંડી પર ચડી કુવામાંથી પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજયું હતું. જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.(૬.૮)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
