તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
તલગાજરડામાં પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં હનુમંત મહોત્સવનો પ્રારંભ

રાજકોટ, તા., ૧૧ :ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે ૪૮ માં હનુમંત મહોત્સવનું પં.જયતીર્થ મેવુન્ડીના શાષાીય ગાયનથી મંગલાચરણ થયું. પ્રારંભમા સંચાલક ગાયક શ્રી હરીશચંદ્રભાઈ જોશીએ મંચના કલાકારોનો પરિચય કરાવ્યો હતો. પુ.મોરારિબાપુએ શાલ સુત્રમાલાથી સ્વાગત કર્યું હતું.
પુ.મોરારિબાપુની મંગલ પ્રેરણાથી છેલ્લાં ૪૭ વર્ષથી આયોજિત થઈ રહેલો હનુમંત મહોત્સવ આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરીને ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ થયો. વિદ્યાવાન ગુની એવા પૂજ્ય હનુમાનજી મહારાજને કલા સાહિત્ય માટે અનન્ય અનુગ્રહ રહ્યો છે. તેથી આ મહોત્સવને કલા, સાહિત્ય વગેરેની વંદના કરીને વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આજે કર્ણાટક હુબલીના પં.જયતીર્થ મેવુન્ડીનું શાષાીય ગાયન રજૂ થયું.તેઓ કીરાના ઘરાનાની સાથે જોડાયેલા ભારતીય શાષાીય ગાયક છે. તેઓએ કન્નડ ફિલ્મ કલારાની ફુવાગી ફિલ્મમાં પોતાનો અવાજ પ્રસ્તુત કરીને પાર્શ્વગાયક તરીકે પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે.આ સિવાય તેઓએ મરાઠી ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. પંડિત જયતીર્થને પણ તા.૧૨/૪ ના રોજ હનુમંત એવોર્ડ આપીને નવાજવામાં આવશે. શરુઆત પં.જયતીર્થજીએ રાગ શુદ્ધ કલ્યાણથી રજુઆત કરી હતી. વાદ્યોમાં મીલીંદભાઈ, શિલ્પા અંધારિયા, પાંડુરંગ પવારે સાથ નિભાવ્યો હતો. દેશ-વિદેશના કથા શ્રાવકોની વિશાળ ઉપસ્થિતિ રહી. સંયોજન વ્યવસ્થા શ્રી જયદેવભાઈ માંકડ તથા નિલેશભાઈ વાવડિયા સંભાળી રહ્યા છે.
આજે શુક્રવારે શ્રી નીલાદ્રીકુમાર (મુંબઈ)નું સિતારવાદન તથા શ્રી સત્યજીત તલવારકરનુ(પુના) નું તબલાવાદન પ્રસ્તુત થશે. તેમ (તખુભાઈ સાંડસુર (વેળાવદર)ની યાદીમાં જણાવ્યું છે. (
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
