<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિસાવદરના ચાપરડા હેલીપેડ ખાતે ભાવભેર સ્વાગત : રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકાર્યા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૧ :    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું  વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના હેલીપેડ ખાતે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીને રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, રેન્જ આઈજી નિલેશ જાજડીયા, જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન  દિનેશભાઈ ખટારીયા, ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના પ્રતિનિધિ સહિતના મહાનુભાવોએ આવકાર્યા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(11:41 AM IST)