News of Friday, 11th April 2025
પૂ.શ્રી પરમ સંબોધિજી મ.સ. આદિ ઠાણાના સાંનિધ્યે જામનગરમાં પ્રભુ મહાવીર જન્મકલ્યાણક ઉજવાયો
રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના સુશિષ્યા

રાજકોટઃ જામનગર તેજપ્રકાશ ઉપાશ્રય, શ્રી બેંક કોલોની સંઘમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાઓના સાંનિધ્યે આયંબિલ ઓળી પર્વના સાતમા દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક અવસરને ઉલ્લાસભાવે ઉજવવા જામનગરના ટાઉનહોલમાં ઓડિટોરિયમમાં વિશાળ સંખ્યામાં ભાવિકોની સાથે અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજીએ ભગવાન મહાવીર ભગવાન કેવી રીતે બન્યાં ?એ ભાવોને પ્રભુના જીવન પ્રસંગો દ્વારા ફરમાવી પ્રેરણા આપી હતી કે, આજે માત્ર પ્રભુનો જયજયકાર અને ગુણગ્રામ ન કરતાં, ભગવાન કેવી રીતે બન્યાં એના ઉપર ચિંતન કરી ભગવાનના એ ગુણોને આચરણમાં લાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
પ્રભુ જન્મોત્સવના વધામણા કરવા જામનગરનર એમ.એલ.એ. દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર કલેકટર શ્રી કેતનભાઈ ઠક્કર , પૂર્વ બી.જે.પી. પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, જી.જી. હોસ્પિટલના એચ.ઓ.ડી. ડોક્ટર મનીષભાઈ મહેતા, વી.પી. મહેતા , રિલાયન્સના સિનિયર ઓફિસર અતુલભાઇ મહેતા, વિજયભાઈ સંઘવી, વિનોદભાઈ મહેતા( કન્વીનર પારસધામ અને બિલ્ડર), કિરીટભાઈ મહેતા, પ્રફુલ્લભાઈ મહેતા, ભરતભાઇ પટેલ, પ્રદીપભાઈ ખજૂરીયા, જીતુભાઈ મહેતા, પ્રમોદભાઈ મહેતા, રાજુભાઇ કોલસાવાળા, શરદભાઈ શેઠ, ભાણજીભાઈ પાંભર (વિભાપર), વિપુલાબેન પટેલ (સમાજ સેવિકા), જે વી શાહ EX RTO INSPECTOR આદિ અગ્રણી મહાનુભાવો તેમજ શ્રી કામદાર વાડી જૈન સંઘ, શ્રી રાજગોર ફળી જૈન સંઘ, શ્રી કે ડી શેઠ જૈન સંઘ, શ્રી લાલવાડી જૈન સંઘ , શ્રી દેવબાગ ઉપાશ્રય, શ્રી લોકાગચ્છ વાડી, શ્રી રણજીત નગર ઉપાશ્રય, શ્રી પટેલ કોલોની ઉપાશ્રય, શ્રી જ્યોતિવિનોદ ઉપાશ્રય, શ્રી તેજ ઙ્કકાશ ઉપાશ્રય, શ્રી જૈન જાગળતિ સેન્ટર, શ્રી જૈન સોશિયલ નવાનગર, શ્રી પારસધામના ભાવિકો ઉપસ્થિત હતા.
પ્રભુ મહાવીરની ઓળખ કરાવનાર હૃદયસ્પર્શી નાટિકા શ્નમેં પહેચાન ન પાયાઙ્ખ ને ભાવિકો જિજ્ઞાસા સાથે અનિમેષ નિહાળી અહોભાવિત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આયંબિલ ઓળીમાં વડીલો સાથે નાના-નાના બાળકો પણ સ્વાદ વિજય - આયંબિલ ઓળી તપની આરાધનામાં જોડાયા છે. શ્રી બેંક કોલોની સંઘમાં ૧૫૦ થી વધુ ભાવિકો પૂર્ણ આયંબિલ ઓળી કરવાના ભાવ સાથે આગળ વધી રહ્યાં છે. જ્યારે ૨૯ જેટલા નાના બાળકો આખી ઓળી કરવાના દ્રઢ મનોબળ સાથે આગળ વધી રહ્યાં છે.
જ્ઞાન અને પ્રેરણારૂપ પ્રવચન, તપસાધના સાથે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા માનવતા અને જીવદયાની પ્રવળત્તિઓ પણ સર્વત્ર સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણની સુગંધ પ્રસરાવી રહી છે.
આ અવસરે જામનગરના સાધર્મિક ભાવિકોને આત્મનિર્ભર બનાવવાની સદભાવનાથી ૧૦૦ રીક્ષા અર્પણ કરવાની જાહેરાત પરસધામ સંઘ પ્રમુખ ચેતનભાઇ શાહ દ્વારા કરવામાં આવતા હષ વ્યાપ્ત થયો હતો. માનવતાના સત્કાર્ય અર્થે જી.જી હોસ્પિટલને ૨ લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ. સમસ્ત આયંબિલ ઓળીનો લાભ જલ્પાબેન નિલેશભાઈ મહેતા પરિવારે લીધો હતો. માતા ત્રિશલાના આવેલ ૧૪ મહા સ્વપ્નના દિવ્ય દર્શન સાથે સ્વપ્નનો લાભ નાનકડા-નાનકડા ત્યાગના સંકલ્પ સાથે ભાવિકોએ લીધો હતો.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
