News of Friday, 11th April 2025
વિસાવદરમાં ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૯૪ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ, ખાતમુહુર્ત
કળષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત સાંસદ-ધારાસભ્યો-સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૧: વિસાવદર યાર્ડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી પહોંચતા ભવ્ય સન્માન-સ્વાગત કરાયુ હતુ. વિસાવદર માર્કેટ યાર્ડ ખાતે મુખ્યમંત્રીશ્રીએ જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ પૂ. મુક્તાનંદબાપુ બ્રહ્માનંદ ચાંપરડા આશ્રમની મુલાકાત લીધી હતી. લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વરદ્દસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા હતા. આ કાર્યક્રમમાં શ્રી રાઘવજીભાઈ પટેલ, (મંત્રી, કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય), શ્રી દરેશભાઈ ઠુંમર (જિલ્લા પંચાયત પ્રમુખ), અરવિંદભાઈ લાડાણી, (ધારાસભ્ય, માણાવદર), ભગવાનજીભાઈ કરગટિયા, (ધારાસભ્ય, માંગરોળ), રાજેશભાઈ ચુડાસમા (સંસદસભ્ય, જૂનાગઢ), સંજયભાઈ કોરડીયા, (ધારાસભ્ય, જૂનાગઢ), દેવાભાઈ માલમ, (ધારાસભ્ય, કેશોદ), કિરીટભાઈ પટેલ (ચેરમેન, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિ.), જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ હતી. આ કાર્યક્રમનુ આયોજન જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
વિસાવદર માર્કેટીંગ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૯૪ કરોડના વિકાસ કાર્યોનું ઈ - લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે સંબોધન કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ પૂ.મુક્તાનંદબાપુ બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસાવદર ખાતેથી અંદાજે રૂ. ૯૪ કરોડના કામોનું ઈ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાની આંતર માળખાકીય સુવિધા અને જનસુખાકારીમાં વધારો કરતાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યુ હતુ. જેમા મુખ્યમંત્રીશ્રીએ વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ જૂનાગઢ શહેર તાલુકાના બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કુલના સહિતના વિકાસકામોનું એમ મળીને અંદાજે રૂ. ૩૬.૯૫ કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ. ઉપરાંત જૂનાગઢ શહેર તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ તથા સબ રજીસ્ટર કચેરી અને સીટી સર્વે કચેરી બનાવવાનું કામ, મામલતદાર કચેરી માળીયાહાર્ટીના, જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, તેમજ વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના એમ અંદાજે રૂ. ૫૭.૧૩ કરોડના કામનું ઈ-ખાતમુહુર્ત કર્યા હતા.
જુનાગઢ જીલ્લા ભાજપના આગેવાનોના પ્રયાસોથી જુનાગઢ, ભેંસાણ અને વિસાવદર તાલુકાના રૂ.૧૮૩.૭૮ કરોડના વિકાસના કામોને સૈધાંતિક મંજુરી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપી છે. જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષશ્રી ચંદુભાઈ મકવાણાએ જણાવ્યુ છે કે, જુનાગઢ જીલ્લાના જુનાગઢ, ભેંસાણ અને વિસાવદર તાલુકાના રોડ રસ્તાઓ અને વિકાસના કામોને લઈને જુનાગઢ લોકસભાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારના પુર્વ ધારાસભ્યશ્રીઓ હર્ષદભાઈ રીબડીયા અને ભુપતભાઈ ભાયાણી, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને જીલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓએ ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને વિકાસના કામો બાબતે રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતોના ફળ સ્વરૂપે મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જુનાગઢ જિલ્લાના ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તાર હેઠળના જુનાગઢ, ભેંસાણ તથા વિસાવદર તાલુકાના માર્ગ અને મકાન (રાજય) વિભાગ હસ્તકના રસ્તાઓના રીસર્ફેસીંગ, મજબુતીકરણ તથા પહોળા કરવા માટે તેમજ નાળા-પુલોની મરામત તથા નવા નાળા-પુલો બનાવવા કુલ ૧૫ જેટલા કામો જેની અંદાજીત લંબાઈ ૧૮૨.૯૩ કી.મી માટે રૂા. ૧૨૮.૫૫ કરોડ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અને રૂા.૫૫.૨૩ કરોડ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હેઠળના કામોને મંજુર કરેલ છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
