<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કચ્છમાં કાળઝાળ ગરમીએ ૨ નો ભોગ લીધો

ભુજના ૬૫ વર્ષીય બચુભા મીઠુભા વાઘેલા બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સારવાર મળે એ પહેલાં મોત નીપજ્યું : મમુઆરાના પાટિયા પાસે ૩૬ વર્ષીય ટ્રક ચાલક સિરાજુદ્દીન અબ્દુલ રહેમાનનું ભારે ગરમીથી હાર્ટ એટેક આવતા મોત : લૂ માં બહાર નીકળતા સાવધાની જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ :  આ વર્ષે ધોમ ધખતાં તાપના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે લોકો સાવધાન રહે તે જરૂરી છે. હાલ ની ભારે ગરમીએ કચ્છમાં બે જણાનો ભોગ લીધો છે. ભુજના ૬૫ વર્ષીય બચુભા મીઠુભા વાઘેલા ચાની કેબિન પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર મળે એ માટે લઈ જવાયા હતા પરંતુ એ પૂર્વે જ એમનું મોત નીપજ્યું હતું. જ્યારે ભુજના મમુઆરા ગામના પાટિયા પાસે ૩૬ વર્ષીય ટ્રક ચાલક સિરાજુદ્દીન અબ્દુલ રહેમાનનું ભારે ગરમીથી હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. હતભાગી હરિયાણાથી દાડમ ભરવા અહીં કચ્છ આવ્યો હતો. બંને મોત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:12 PM IST)