News of Friday, 11th April 2025
રાણસીકી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સંન્યાસ આશ્રમે કાલે હનુમાન જયંતી સત્સંગ સમારોહ
પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું હનુમાનજી મહારાજનાં દિવ્ય ચરિત્રો વિશે ભક્તિમય પ્રવચન, ષોડશોપચાર પૂજન, હનુમાન ચાલીસા તથા ધૂન-સંકીર્તન, સમૂહ ભોજન-પ્રસાદ યોજાશે

રાજકોટ તા.૧૧: ગોંડલ તાલુકાના રાણસીકી ગામના સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સંન્યાસ આશ્રમે કાલે તા.૧૨ને શનિવારે હનુમાન જયંતી સત્સંગ સમારોહ યોજાશે. પૂ. સદગુરૂદેવની પાવન તપોભૂમિ રાણસીકી મુકામે સદગુરૂદેવ એવં શ્રી કામનાથ મહાદેવની પાવન અનુકંપાથી તેમજ પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં કાલે તા. ૧૨ ને શનિવારે હનુમાન જયંતીના પાવન પર્વે આશ્રમમાં બિરાજમાન શ્રી મનઃકામનાપૂર્ણ હનુમાનજી મહારાજની પૂજનવિધિ, ધૂન-સંકીર્તન તથા સત્સંગ સમારોહ અને ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિમય કાર્યક્રમોમાં કાલે સવારે ૮ વાગ્યે હનુમાન ચાલીસા તથા ધૂન-સંકીર્તન, સવારે ૦૯:૩૦ વાગ્યે શ્રી મનોઃકામનાપૂર્ણ હનુમાનજી મહારાજનું ષોડશોપચાર પૂજન. સવારે ૧૦ વાગ્યે પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું હનુમાનજી મહારાજનાં દિવ્ય ચરિત્રો વિશે ભક્તિમય પ્રવચન,બપોરે ૧૧:૩૦ વાગ્યે પ્રાસંગિક વક્તવ્યો અને બપોરે ૧૨ વાગ્યે સમૂહ ભોજન-પ્રસાદ યોજાશે.
સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ (GURU SANNIDHYA)યુ-ટયુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સંન્યાસ આશ્રમ મુ. રાણસીકી, તા. ગોંડલ, જિ. રાજકોટ.મો. ૯૮૭૯૩ ૬૧૦૮૦ અથવા મો.૯૭૨૭૯ ૬૩૨૭૪ ખાતે આ ધર્મ-ભક્તિમય સમારોહનો લાભ લેવા આયોજક સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ મંડળ - રાણસીકી ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
