<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કાર ચાલકે હડફેટે લેતા જસદણના વકીલને ગંભીર ઇજા

કેવલ ગોટી સુરાપુરાના મંદિરે પોતાનું બાઈક પાકિર્ંંગમાંથી બહાર કાઢતા હતાઃ ચાલકની ધરપકડ

(વિજય વરસાણી દ્વારા)આટકોટ તા.૧૧: જસદણ કોઠી રોડ ઉપર જસદણના વકીલ કેવલભાઈ ગોટી ઉભા હતા ત્‍યારે કાર ચાલકે હડફેટે લેતા કેવલભાઇને ગંભીર ઇજા સાથે રાજકોટ દાખલ કરવામાં આવ્‍યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે કેવલભાઈ પ્રવીણભાઈ ગોટી ઉં.વર્ષ ૩૨ કોઠી રોડ ઉપર આવેલા તેમના સુરાપુરા દાદાએ યજ્ઞ હોય તેમની તૈયારી માટે ગયા હતા.

આ દરમિયાન તેઓ મંદિરની બહાર પાર્ક કરેલ તેમનું બાઈક બહાર કાઢતા હતા ત્‍યારે અચાનક રોંગ સાઈડમાંથી અલ્‍ટો કારના ચાલકે હડફેટે લેતા કેવલભાઈ ગોટીને પ્રથમ જસદણ અને ત્‍યારબાદ વધુ ઇજા હોય રાજકોટ ખાતે ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્‍યા છે.

હાલ કેવલભાઈની તબિયત સારી હોવાનું જાણવા મળ્‍યું છે જસદણ પોલીસે કારચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:38 PM IST)