News of Friday, 11th April 2025
જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં જીવંત વિજવાયર તૂટીને ખેતરના શેઢે પડતાં આગજનીની ઘટના : જુઓ વિડિઓ
ફાયરની ટીમે સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લઈ લેતાં વીજ તંત્રનું ટ્રાન્સફોર્મર બચી ગયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૧ : જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં પી.જીવી.સી.એલ. નો જીવંત વિજ વાયર તૂટીને ખેતરના શેઢે પડ્યો હતો, જેના તણખા થવાથી ખેતરના સેઢે સુકુ ઘાસ સહિતનો જથ્થો સળગવા લાગ્યો હતો, અને આગ લાગી હતી.
જે બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાના રણજીત પાદરીયા અને સંજયભાઈ વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સૌપ્રથમ વિજ પુરવઠો બંધ કરાવ્યા બાદ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.
સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાના કારણે વીજ તંત્રનું ટ્રાન્સફોર્મર વગેરે બચી ગયા હતા, તેમજ ખેતરમાં આગ પ્રસરતી અટકી હતી.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
