News of Friday, 11th April 2025
ગોંડલમાં આઇપીએલ મેચમાં સટ્ટો રમતા ૪ શખ્સો પકડાયા : સ્ટેટ વિજીલન્સનો દરોડો
માસ્ટર આઇડી આપનાર જુનાગઢના વિજય ઉર્ફે ભગવાન પોપટનું નામ ખુલ્યું : રાજકોટના ભુરો અને કૌશીક સહિત પાંચની શોધખોળ : ૪ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., ૧૧: ગોંડલમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી આઇપીએલના ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ૪ શખ્સોને ૪.૦પ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે માસ્ટર આઇડી આપનાર જુનાગઢના શખ્સ અને રાજકોટના બે સહિત પાંચ શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. મળતી વિગતો મુજબ ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે ખેતલા આપા ટી સ્ટોલ પાસે સ્ટેટ વિજીલન્સના પીએસઆઇ એસ.એચ. ગઢવી તથા સ્ટાફે દરોડો પાડી આઇપીએલના ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા આદિલ સતારભાઇ ચોટલીયા રહે. સુમરા સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ ગોંડલ, મિતેષ પ્રવિણભાઇ મશરૂ (રહે. વલ્લભ વાટીાકા સોસાયટી, ગુંદાળા રોડ, ગોંડલ) સાહીલ હનીફભાઇ પીરજાદા (રહે. સુમરા સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, ગોંડલ) નદીમ અબ્દુલભાઇ ચોટલીયા (રહે. સુમરા સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, ગોંડલ)ને ચાર બાઇક કિ.ર.ર૦ લાખ, ૬ મોબાઇલ કિ. ૧.૪૦ લાખ, અને રોકડા ૪પ,પ૦૦ મળી કુલ ૪.૦પ લાખના મુદામાલ સાથે પકડી પાડી બી ડીવીઝન પોલીસના હવાલે કર્યા હતા. પકડાયેલ આદિલ અને મિતેષ સટ્ટો રમાડતા હતા. જયારે સાહીલ સટ્ટો રમતો હતો અને નદીમ મુખ્ય આરોપીઓને સટ્ટામાં મદદ કરતો હતો. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી આદિલ અને મિતેષને ક્રિકેટ માસ્ટર આઇડી જુનાગઢના વિજય ઉર્ફે ભગવાન સુધીરભાઇ પોપટે આપ્યાનું ખુલ્યું છે. તેમજ રાજકોટનો ભુરો અને કૌશીક તથા મામા અને અન્ય બે મોબાઇલ નંબર ધારક ગ્રાહકોના નામ ખુલતા તેની સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરાઇ છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
