<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ઉપરકોટ ખાતે ૪ કરોડના ખર્ચે સ્‍મારક નિર્માણ પામશે

વીર દેવાયત બોદર, રા'નવઘણ, વીર ભીમડા વાલ્‍મિકી અને દાસી વાલબાઇની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી હસ્‍તે ખાતમુહૂર્ત

જૂનાગઢ તા.૧૧:  ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા'નવઘણ, વીર ભીમડા વાલ્‍મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.

રમત ગમત અને યુવા સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ ગુજરાત સરકાર પુરાતત્‍વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટ ખાતે નિર્માણ પામનાર વીર દેવાયત બોદર, રા'નવઘણ, વીર ભીમડા વાલ્‍મિકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતુ મેમોરિયલ  અંદાજે રૂ. ૪  કરોડના ખર્ચે બનશે.  આ સ્‍મારકનું નિર્માણ કાર્ય ૯ -૧૦ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્‍દ્ર ચુડાસમાએ કહ્યું કે, ઇતિહાસમાં અમર પાત્રો વીર દેવાયત બોદર, રા'નવઘણ, વીર ભીમડા વાલ્‍મિકી અને દાસી વાલબાઈના વિશ્વસનિયતા, ત્‍યાગ, ખાનદાની, સમર્પણ જેવા ગુણો આ સ્‍મારકના માધ્‍યમથી ઉજાગર થશે.  રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, ઇતિહાસમાં ૧૦૦૦ વર્ષ પહેલા આપેલા બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટ ખાતે મેમોરિયલ બનનાર છે. ત્‍યારે આપણા ઇતિહાસ અને બલિદાન મેમોરિયલનું નિર્માણ એ સ્‍વપ્ન હતું. જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. ધારાસભ્‍ય શ્રી સંજયભાઈ કોરડીયા જણાવ્‍યું હતું કે, આ મેમોરિયલ થકી માતળશક્‍તિ, ભાઈ-બહેનના પ્રેમ, પત્‍નીનું સમર્પણ, વફાદરી જેવા ગુણો આવનારી પેઢીને આત્‍મસાત કરવા માટે પ્રેરિત કરશે. આપણો ભવ્‍ય ઇતિહાસ, સંસ્‍કળતિ અને વિરાસત જળવાઈ રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકાર વિકાસ ભી વિરાસત ભી ના સૂત્રને સાર્થક  કરી રહી છે.  જામનગરના સાંસદ પૂનમબેન માડમે આ સ્‍મારક સામાજિક સમરસતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે. તેમ જણાવ્‍યું હતું. તાલાળા ધારાસભ્‍ય શ્રી ભગાભાઈ બારડે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતુ.

મંત્રી મુળુભાઈ બેરા સહિતાના મહાનુભાવોએ ખાતમુહૂર્ત બાદ અડી કડી વાવ, નીલમ તોપ, નવઘણ કુવા સહિતના સ્‍થળોની મુલાકાત કરી જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે મહંત  મહાદેવ ગીરીબાપુ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ  પોશિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ  હરેશભાઈ ઠુંમર, કેશોદના ધારાસભ્‍ય દેવાભાઈ માલમ,  માણાવદર ધારાસભ્‍ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા કલેક્‍ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ધારાસભ્‍ય સર્વશ્રી ઉદય કાનગડ, હેમંતભાઈ ખવા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ  ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા,  પૂર્વ ધારાસભ્‍ય  અમરીશભાઈ ડેર, મનપાના શાસક પક્ષના નેતા શ્રી મનન અભાણી, અગ્રણી સર્વશ્રી નટુભાઈ ભાટુ લક્ષ્મણભાઈ વસરા, લીરીબેન માડમ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને લોકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:37 PM IST)