News of Friday, 11th April 2025
ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળની મુલાકાત લેતા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બિરેન વૈશ્ણવ
ગુરૂકુળના આચાર્ય રામદેવ શાષાી, ઋષિકુમાર દ્વારા સ્મૃતી ભેટ આપી સ્વાગત કર્યું

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા, તા. ર૧ : ટંકારા નવનિર્માણ ન્યાય મંદિરના લોકાર્પણ પ્રસંગે આવેલા ગુજરાત હાઇકોર્ટેના ચિફ જસ્ટિસ બિરેન વૈશ્ર્ણવ મોરબી ડિસ્ટ્રીકટ જજ શ્રી દિલીપ મહિડા સાહેબ બાર એસોસીએશનના વકિલ મિત્રો સહિતના ગણમાન્ય મહેમાનો ટંકારા શહેર મધ્યે આવેલ ભારતના ભિષ્મપિતા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમી ખાતે પધાર્યા હતા સૌ પ્રથમ મહાલય ગુરૂકુલ ખાતે યજ્ઞશાળા, પરીસર અને બાદમાં જન્મ ધરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી
વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્્ઘોષક કાર્ય સમાજ ના સ્થાપકની જન્મભૂમિ ખાતે પોતાના કાર્યકાળના અંતિમ ચરણમાં મળેલ લાભને યાદગાર ગણાવી ટંકારા અંગે અનેક વાતો જાણી જણાવી હતી. આ તકે આચાર્ય રામદેવજી બ્રહ્મચારી ભાઈઓ વકિલ મિત્રો સરકારી અધિકારીઓ સામાજીક કાર્યકરો ઉપરાંત ન્યાય મુર્તીને જોવા મેઈન બજારમાં અનેક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
