<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

પોરબંદરના બાલા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીએ માનવતાનું ભગીરથ કાર્યઃ મહારકતદાન કેમ્‍પમાં પ હજાર બોટલ રકત એકત્ર કરવાનો સંકલ્‍પ

પોરબંદર જિલ્લાના દર્દીઓ કોઇપણ મોટા શહેરોમાં જાય અને લોહીની જરૂરિયાતમાં હેરાનગતિ ન થાય તેવું બાલાજી ગ્રુપનું આયોજનઃ રકત કેમ્‍પની પ્રેરણા આપનાર યુવા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરનું ચોપાટી ખાતે સન્‍માન કરાશે બાલાજી ગ્રુપ દ્વારા હનુમાન જયંતી અવસરે ૫૧ હજાર પ્રસાદના બોક્ષમાં અઢી લાખ લાડુ પ્રસાદનું ભકતોમાં વિતરણ કરાશેઃ અર્જુનભાઇ મોઢવાડિયા બાલા હનુમાન મંદિરે મહારકતદાન કેમ્‍પ માટે અમદાવાદ-રાજકોટ-જામનગર - સિવિલ હોસ્‍પિટલની બ્‍લડ બેન્‍કનો સ્‍ટાફ આવશે : રામદેવભાઇ મોઢવાડિયા

પોરબંદર, તા. ૧૧ :  સુદામા મંદિર પાસે બાલા હનુમાન મંદિરે આવતીકાલે હનુમાન જયંતીએ માનવતાનું ભગીરથ કાર્ય બાલાજી ગુપના પ્રણેતા યુવા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરના માર્ગદર્શન હેઠળ હાથ ધરીને મહા રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ છે.

આ મહારકતદાન હેઠળના પ હજાર લોહી એકત્ર કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.

પોરબંદર જિલ્લાના કોઇપણ દર્દીઓ અમદાવાદ રાજકોટ કે અન્‍ય મોટા શહેરમાં સારવાર માટે જાય ત્‍યારે રકતની જરૂર સમયે દર્દીઓને હેરાન થવુ ન પડે તેવી વ્‍યવસ્‍થા દર વર્ષે હનુમાનજયંતીએ આ મહારકતદાનનું આયોજન કર્યુ છે.

 હનુમાન જયંતિ અને શનિવાર બંને ભગા આવતા હોય અને ત્‍યારે પોરબંદર માં વિશ્વ રેકોર્ડ થવા જઈ રહેલો તેમ હોય અને બાલાજી ગ્રુપ દ્રારા લોહીની ૫૦૦૦ બોટલ એકત્રીત કરવાનો સંકલ્‍પ અને તે રીતે ૅ રકતદાન દિવસ ૅ તરીકે પણ ઉજવણી થતી હોય અને માનવતા નું ભગીરથ કાર્ય થઈ રહેલુ છે.

બાલાજી ગ્રુપ ના પ્રણેતા કેતનભાઈ ગજજરે પોતાના જીવનની જાહેર જીવન ની શરૂઆત લીઓ પાયોનીયર કલબ સાથે કરેલી હોય અને બાળકોને ઈનામ દેવા માટે દરેક પાસેથી રૂા. ૧૦૦/- લઈને દરેક બાળકને ઈનામો આપવાની જે પ્રથા શરૂ કરેલ છે. અને જે ૧૭ વર્ષથી અવીરત આજે પણ ચાલુ હોય અને તેના પ્રરેણા કેતનભાઈ ગજજર હોય અને લીઓ પાયોનીયર વર્ષો સુધી હાથી વાળા ગ્રાઉન્‍ડમાં નવરાત્રી નું આયોજન કરતા હોય તેથી  આ સાથે કેતનભાઈ ગજજર ના આ પરોપકારી કાર્યને વધાવવા હનુમાન જયંતી અને શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે હાથીવાળા ગ્રાઉન્‍ડમાં ચોપાટી ખાતે  આશાપુરા ફટાકડા ના સહયોગ થી આ કેતનભાઈ  ને સન્‍માનીત કરવા માટે ફટાકડાની આતશબાજીનું આયોજન કરેલુ.

આ આતશબાજીને નિહાળવા ચોપાટી હાથી વાળા ગ્રાઉન્‍ડે પહોંચી જવા લીઓ પાયોનીયર ના ચેરમેન ભરતભાઈ લાખાણી તથા પ્રવિણભાઈ ખોરાવા તથા રોટરી ક્‍લબના પ્રમુખ દિવ્‍યેશ સોઢા તથા રોટરેક કલબન પ્રોજેકટ ચેરમેન ચીરાગભાઈ કારિયા આ આખા આયોજનને સફળ બનાવવા  જહેમત ઉઠાવી રહેલ છે. 

ધારાસભ્‍ય અજુૃનભાઇ મોઢવાડિયાએ જણાવેલ કે હનુમાન જયંતીએ યુવા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરની પ્રેરણાથી દર વર્ષે વંદના મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે આવતીકાલે બાલા હનુમાન મંદિરે પ૧ હજાર પ્રસાદના બોક્ષમાં અઢી લાખ લાડુના પ્રસદાનું ભકતોમાં વિતરણ કરાશે.

અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવેલ કે બાલા હનુમાન મિત્ર ગ્રૃપ દ્વારા આવતીકાલે આયોજીત મહા રકતદાન કેમ્‍પમાં અમદાવાદ સીવીલ હોસ્‍પિટલની એશિયાની સૌથી મોટી બ્‍લડ બેન્‍ક, યુ.એન. મહેતા હોસ્‍પિટલની બ્‍લડ બેન્‍ક તેમજ રાજકોટ અને જામનગર સિવિલ હોસ્‍પિટલની બ્‍લડ બેન્‍કો સ્‍ટાફ સેવામાં જોડાશે.

અગ્રણી રામદેવભાઇએ જણાવેલ કે હનુમાન જયંતીએ પોરબંદર ઉપરાંત બગવદર કડછ રાણાવાવ અને કુતિયાણામાં બાલાજી ગ્રૃપના  માર્ગદર્શન હેઠળ રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ છે આ અવસરે ૧૧૦૦ ગોલ્‍ડ મેમ્‍બર, બનાવાશે. આ ગોલ્‍ડ મેમ્‍બર કોઇપણ દર્દીઓની રકતની જરૂર સમયે રકત આપવા રકતદાતા તરીકે તૈયાર રહેશે.

(2:13 PM IST)