<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કાલે પોરબંદર સાંદીપની વિદ્યાનિકેતન- શ્રી હરિમંદિરમાં પૂ.ભાઇશ્રીના સાનિધ્‍યમાં શ્રી હનુમાનજી પ્રાકટયોત્‍સવ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧:  પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરમાં પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્‍યમાં શ્રી હનુમાનજીના પ્રાકટયોત્‍સવની ભક્‍તિભાવસભર કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે.

શ્રીહનુમાનજી જયંતિના પાવન પ્રસંગે મંગલા આરતી બાદ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર પૂજનપૂર્વક નૂતન ધ્‍વજારોહણ કરવામાં આવશે. સવારે ૮:૦૦ વાગ્‍યે શ્રીહનુમાનજીને ૧૦૦૮ મોદક અર્પણ કરીને વિધિવત્‌ ષોડશોપચાર પૂજા કરવામાં આવશે અને ૯:૩૦ વાગ્‍યે ઋષિકુમારો દ્વારા શ્રીહનુમાચાલીસાના ૧૦૮ પાઠ કરવામાં આવશે.

સાંજના સમયે ૪:૩૦થી શ્રીહનુમાનજી મહારાજના વિશેષ શળંગાર દર્શન, ૬:૦૦ વાગ્‍યે ૧૦૮ દીપદાનનો મનોરથ તથા ૭:૦૦ વાગ્‍યે સાયં આરતી પૂજ્‍ય ભાઈશ્રીની પાવન ઉપસ્‍થિતિમાં સંપન્ન થશે.

શ્રીહનુમાનજી જયંતિના દિવ્‍ય પ્રસંગ નિમિત્તે શ્રીહનુમાન ચાલીસા પાઠ તેમજ સાંજે વિશેષ મનોરથ દર્શનનો લ્‍હાવો લેવા માટે સૌ ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ છે.

(2:19 PM IST)