News of Friday, 11th April 2025
પાલીતાણા પાસે અકસ્માતમાં ૩ કોૈટુંબિક ભાઇઓના મોત
થોરાળી ગામ તરફ બાઇકમાં જતા હતા ત્યારે રોડ ઉપર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાતા દુર્ઘટના સર્જાઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧: ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બાઈક રોડ ઉપર પડેલા ડમ્પર સાથે અથડાતા બાઈક પર જતા ત્રણ કોૈટુંબિક ભાઇઓના કરુણ મોત નિપજયા છે.
આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણાથી થોરાળી ગામ તરફ પોતાનું બાઈક લઈ જઈ રહેલા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા લઈને જઈ રહ્યા હતા તે સમયે ભીલવાડા વિસ્તાર નજીક રોડ ઉપર પાર્ક કરેલા ડમ્પર સાથે બાઈક ધડાકા ભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા બે વ્યકિતને વધુ સારવાર માટે ભાવનગરની સરકારી સર. ટી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં દીપકભાઈ શામજીભાઈ વાઘેલાનું અને રાહુલભાઈ વાઘેલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજતાં મૃત્યુઆંક ત્રણ થયો હતો. અકસ્માતની જાણ થતા જ પાલીતાણા પોલીસનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઇજા પામેલ વ્યકિતઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
