News of Friday, 11th April 2025
ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ કરા પડ્યા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ

( વિપુલ હિરાણી દ્વારા ): ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈકાલથી જ વાતાવરણમાં પલતું આવ્યો હતો અને ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો. દરમિયાન આજે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. ભર ઉનારે વરસાદ વરસતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. સાંજે શહેરમાં વરસાદી માહોલ ઊભો થયો હતો. છેલ્લા કેટલાય સમયથી કાળઝાર ગરમીથી કંટાળી ગયેલા થયેલા લોકો ર્માં વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ આવતા ગરમીથી રાહત અનુભવી હતી. શહેરમાં સાંજે વરસાદ શરૂ થયો ત્યારે લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
