<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ધોરાજી ભાદર 2 ડેમ પાસે આવેલ લાગણી ધાર ખોડીયાર માતાજીના મંદિર ખાતે તારીખ 13 થી 16 ચાર દિવસ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વિશ્વામિત્ર ગીરીજી મહારાજ ગુરુ શ્રી દિગંબર મહંત લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં ચાર દિવસે મહોત્સવ યોજાશે:હનુમાન જયંતિથી આ વિસ્તારના આઠ ગામોમાં મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા નીકળશે:આશ્રમના ફરતે આઠ ગામો લાગણી ધાર અડવાર સુપેડી ઝાંઝમેર સનાળા ધોરાજી રામપરા સમસ્તગ્રામજનો ધુવાળા બંધ મહાપ્રસાદ લેશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી ભાદર બે ડેમ નજીક આવેલ લાગણીધાર શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતે તારીખ 13 થી 16 ચાર દિવસ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્ય ગુરુદેવ શ્રી મહંત સેક્રેટરી શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના શિષ્ય વિશ્વામિત્ર ગિરીજી મહારાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે માહિતી આપતા સેવક બાબુભાઈ જાગાણી (એડવોકેટ) એ જણાવેલ કે ધોરાજી થી 10 કિલોમીટર દૂર આવેલ લાગણીધાર તરીકે પ્રસિદ્ધ પામેલ આશરે 200 વર્ષ જુના શ્રી ખોડીયાર માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13 રવિવાર થી તારીખ 15 અને 16 બુધવાર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
આ પ્રસંગે ગુરુ શ્રી મહંત સેક્રેટરી શ્રી દિગંબર લાલુગીરી મહારાજના સાનિધ્યમાં ગિરનાર મંડળ તેમજ ગોંડલ મંડળ ના સંતો મહંતો પધારશે
ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતના ઉદ્યોગપતિ રમેશભાઈ ગજેરા શ્રીમતી ભાનુબેન ગજેરા મુખ્ય દાતા તરીકે 11 કુંડી મહા યજ્ઞનોમાં યજમાન તરીકે બિરાજમાન થશે તેમજ ત્રણ દિવસ સુધીના મહાપ્રસાદના દાતા રમેશભાઈ સિદ્ધપરા સાપર ના ઉદ્યોગપતિ તેમજ રાજુભાઈ હિરપરા ધોરાજી વિગેરે મહાનુભાવો મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેશે
સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે જામકંડોરણા ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેવાના છે
આ પ્રસંગે તારીખ 7 અને સોમવારથી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે સાત તારીખે ભૂમિ પૂજન નું આયોજન થયુ તેમજ સ્તંભના સામૈયા અને કુંભ સ્થાપન નો કાર્યક્રમ સાધુ સંતોની હાજરીમાં યોજાઈ ગયો છે અને તારીખ 13 ને રવિવારના રોજ સાંજે છ કલાકે બારપહર પાઠ જ્યોત પ્રાગટ્ય યોજાશે બાદ તારીખ 14 અને સોમવારના રોજ સાંજે ચાર કલાકે ડાલીબેનના સામૈયા યોજાશે બાદ ડાલી બેન પાઠ જ્યોત પ્રાગટ્ય મહોત્સવ યોજાશે તારીખ 15 ને મંગળવારના રોજ બાર પહોર પાઠ જ્યોતિ વિસર્જન યોજાશે અને ધ્રુવ દોરીના સામૈયા શુભ ચોઘડીએ યોજાશે તેમજ મંગળવારે સંતોના સામૈયા અને ભંડારા યોજાશે મંગળવારે સવારે થમ ખડો થવાનો મુરત છે અને તારીખ 16 ને બુધવારે સ્તંભ વિસર્જન યોજાશે
તારીખ 13 અને 14 દેહ સુઘી હેમાદ્રી મંડપ પ્રવેશ અને ગણપતિ પૂજન યોજાશે તારીખ 14 ની રાત્રીના સેવંત્રા ગામના પોલાભાઈ આહીર ની પ્રખ્યાત કાનગોપી નો પ્રોગ્રામ યોજાશે અને તારીખ 15 ને મંગળવારના રોજ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
આ પ્રસંગે ભુવાતા શ્રી ગોગનઆતા પરબઆતા સતાપર ગામના ખાસ બિરાજમાન થશે
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખોડીયાર માતાજીની મૂર્તિ તેમજ ગણપતિદાદા અને હનુમાનજી મહારાજની મૂર્તિનું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે
સમગ્ર મહોત્સવ ગુરુ શ્રી મહંત સેક્રેટરી શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના શિષ્ય વિશ્વામિત્રગીરીજી મહારાજના સાનિધ્યમાં ચાર દિવસથી મહોત્સવ ભવ્યવતી ઉજવાશે જેમાં મંદિરની આજુબાજુના ગણાતા ગામોમાં લાગણી ધાર ઓખી સુપેડી જાનમેર સનાળા ધોરાજી રામપરા તમામ સમસ્ત ગામ ને નિમંત્રણ પાઠવવામાં આવ્યો છે અને ત્રણ દિવસ સુધી ભવ્ય અન ક્ષેત્રફળ મહાપ્રસાદ યોજાશે જેથી આઠે આઠ ગામ દ્વારા બંધ મહાપ્રસાદ લેશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે
આ પ્રસંગે ઝાંઝમેર ગામના નાથુભા ચુડાસમા ગણુંભા જાડેજા કિશોરસિંહ જાડેજા જેઠુભા જાડેજા યુવરાજસિંહ ચુડાસમા વિપુલભાઈ ઠેસીયા કનકસિંહ જાડેજા નાથાભાઈ બેરા હરપાલસિંહ ચુડાસમા ઘનશ્યામસિંહ જાડેજા પ્રવિણસિંહ જાડેજા ચંદુભાઈ ભૂત બાબુભાઈ ઠુંમર કનકસિંહ જાડેજા મહેશભાઈ બાલધા અનીલસિંહ ચુડાસમા વિગેરે દાતાશ્રીઓ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે
શ્રી લાગણી ધાર ખોડીયાર માતાજી મંદિર પુના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તજનોએ દિવ્ય લાભ લેવા બાબુભાઈ જાગાણી તથા સમસ્ત સેવક ગણ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે

(10:07 PM IST)