News of Saturday, 12th April 2025
ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતીક ગણાતા હજરત લાલ શાહ વલીના ઉર્ષ નિમિતે 12 એપ્રિલએ વિશાળ સંદલ
નાલ બંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોક મેળો પણ યોજાશે 4 દિવસ સુધી ફકીર લંગર કમિટી દ્વારા વેજીટેબલ પ્રસાદનો વિતરણ કરાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી ખાતે હજરત લાલ શાહ વલી ના ઉર્ષ નો તા 12 એપ્રિલ શનિવાર થી પ્રારંભ થશે 4 દિવસ સુધી ચાલનાર ઉર્ષ માં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો દરગાહ પર શીશ ઝુકાવી અને મનો કામના માટે દુઆ કરશે
ઉર્ષના પ્રથમ દિવસે ભવ્ય સંદલ શરીફ બપોરે 3.30 વાગ્યે નિકળશે 4 દિવસ સુધી ફકીર લંગર કમિટી દ્વારા વેજીટેબલ પ્રસાદનો વિતરણ કરવામાં આવશે આ લંગર માં હનિફ ભાઈ માંજોઠી લાલુ ભાઈ સિંધીની દેખરેખ હેઠળ હિન્દુ મુસ્લિમ યુવકો પ્રસાદ વિતરણ કરશે
4 દિવસ સુધી દરગાહ શરીફ ના ખાદીમ દ્વારા દરોજ રાત્રે મહેફિલ નાત કવ્વાલી સહિતધામિક કાર્યક્રમ યોજશે તા 16 એપ્રિલ સવારે દરગાહ શરીફ. ને ગુસલ શરીફ સાથે ઉર્ષ ની પૂર્ણાહુતિ થશે ઉર્ષ શરીફ માં ધોરાજી ના સેવાભાવી આગેવાન અને નામાંકિત રફાઈ બિલ્ડર ના સીઇઓ અનવર શાહ હાજી ઇબ્રાહીમ શાહ બાપુ રફાઇ પણ દરગાહ ખાતે 4 દિવસ ઉપસ્થિત રહેશે
ઉર્ષ ના 4 દિવસ સુધી એજાજ નાલબંધ ગ્રુપ દ્વારા સરકારની ગાઈડ લાઈન અનુસાર ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો મનોરંજન ની મજા માણશે
આ ઉર્ષમાં પધારવા મુસ્લિમ સમાજ ના આગેવાન યાસીન ભાઈ નાલબંધ
નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મકબૂલ ભાઈ ગરાણા મોહમદ કાસિમ ભાઈ ગરાણા સાશબિર હાજી ગની ભાઈ ગરાણાએ જણાવેલ છે
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
