<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ધોરાજીમાં બીએસએનએલ નેટવર્કમાં છેલ્લા 15 દિવસથી ધાંધિયા:કચેરી ઓફિસર વિનાની રામ ભરોસે...?

સમગ્ર દેશમાં 5G ની હરીફાઈ ચાલી રહી છે ત્યારે ધોરાજીમાં 2G પણ નથી ચાલતું: કર્મચારીઓના વાંકે હજારો ગ્રાહકો પરેશાન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં બીએસએનએલ નેટવર્કમાં છેલ્લા 15 દિવસથી ધાંધિયા છે

ધોરાજી શહેર અને તાલુકામાં છેલ્લા 15 દિવસથી bsnl નેટવર્કમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે
સમગ્ર દેશની અંદર 5G ની હરીફાઈ ચાલી રહી છે ત્યારે ધોરાજી પંથકમાં 2G પણ નથી ચાલતું
જેના કારણે ધોરાજી તેમજ તાલુકાના હજારો ગ્રાહકો પરેશાન થઈ ગયા છે
આ બાબતે ધોરાજી bsnl ઓફિસ નો સંપર્ક આપતા સ્થળ ઉપરના કર્મચારીએ એવું જણાવેલ કે નેટવર્ક બાબતની સમસ્યા રાજકોટ ઓફિસથી થાય છે અમારી ઓફિસમાં આ બાબતની કોઈ ફરિયાદ સાંભળતા નથી
અમારી અહીં કોઈ સ્ટાફ નથી માત્ર હું એક કર્મચારી તરીકે કામ કરું છું અને અમારા ઓફિસર તરીકે ધોરાજીમાં જગ્યા ખાલી છે અને ઉપલેટા ના અધિકારી ચાર્જમાં છે એમને ફરિયાદ કરવી હોય તો ત્યાં કરો
આ બાબતે ઉપલેટા ની ઓફિસના અધિકારી નો સંપર્ક સાધતાં તેવો જવાબ આપ્યો કે bsnl ના નેટવર્ક બાબતે અમો કોઈ જવાબદાર નથી રાજકોટ ઓફિસથી સંચાલન થઈ રહ્યું છે ત્યાંથી ફરિયાદ કરો તો સારું
Bsnl નું સૂત્ર હતું કે કરલો દુનિયા મુઠ્ઠી મે પરંતુ અધિકારીઓના જવાબથી ગ્રાહકો નારાજ થઈ ગયા છે
હાલમાં મોટાભાગે લોકોને સ્વદેશી અને ભારત સરકાર સંચાલિત bsnl ઓફિસ અને એના નેટવર્ક ઉપર ભરોસો હતો પરંતુ કર્મચારીનો યોગ્ય જવાબ નહીં અને છેલ્લા 15 દિવસથી નેટવર્ક ઝીરો ટકા જોવા મળી રહ્યું છે ત્યારે તેમના ગ્રાહકો મોટી મુશ્કેલી ભોગવી રહ્યા છે ના છૂટકે અન્ય કંપનીમાં જવું પડે તેવો સમય આવ્યો છે જેથી તાત્કાલિક અસરથી ધોરાજી પંથકમાં 4G નેટવર્ક ચાલે તે બાબતે યોગ્ય કરવાની લોકોને માગણી છે
ધોરાજીના ગ્રાહકોની ફરિયાદ હતી કે ઇમરજન્સીમાં અચાનક જ હોસ્પિટલનું કામ હોય અથવા તો અન્ય કોઈ કામ હોય તો અચાનક નેટવર્ક બંધ થઈ જાય તો ગ્રાહકો કેટલી મુશ્કેલી હશે તે ગ્રાહકો જાણે છે પરંતુ bsnl ના અધિકારી ઓ જાડી ચામડી વાળા જોવા મળી રહ્યા છે

 

(12:20 AM IST)