તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 12th April 2025
ધોરાજીમાં શનિવાર અને હનુમાન જયંતી મહોત્સવ હનુમાન ચાલીસાના પાઠ દ્વારા ઘેર ઘેર ઉજવાઈ તો જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે: દિગંબર લાલુગીરીજી મહારાજ
નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા: સંકટ તેં હનુમાન છુડાવૈ મન કર્મ વચન ધ્યાન જો લાવે: ધોરાજીમાં અનેક સ્થાનો ઉપર હનુમાન જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં હનુમાન જયંતી નિમિત્તે અનેક સ્થાનો ઉપર હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે
ધોરાજી જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ પંચ દશનામ આહવાન અખાડા ધોરાજી ના શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ગુરૂ શિવ સાગરજી મહારાજ એ જણાવેલ કે શનિવાર ચૈત્ર સુદ પૂનમ એટલે સંકટ મોચનહનુમાનજી મહારાજનો જન્મદિવસ આ દિવસ જે લોકો ઉપાસના કરે છે તેમને સો ટકા ફળે છે
સંકટમોચન ને યાદ કરવાના હોય તેમની ઉપાસના કરવાની હોય તો સો ટકા તેનું ફળ મળે છે કળિયુગ ની અંદર હનુમાનજી મહારાજ ની ઉપાસના એજ મોટી ઉપાસના છે ત્યારે શનિવાર અને હનુમાન જયંતી બંનેનો સંયોગ એક સાથે આવી રહ્યો છે ત્યારે જ્યારે બીમારીમાંથી મુક્તિ મેળવવી હોય તો શનિવાર દરેક પરિવાર પોતાના જ ઘરમાં બેસીને હનુમાનજીમહારાજની મૂર્તિ છબી મંદિર ની સામે બેસી ૧૦૮ હનુમાન ચાલીસા ના જો પાઠ કરશે તો એ પરિવાર આ તમામ રોગમાંથી મુક્તિ મળશે તેઓ મને વિશ્વાસ છે
હાલમાં લોકો મોજશોખ ને કારણે ભગવાનને ભૂલ્યા છે મંદિરે જાય છે પરંતુ ભાવ નથી જેના કારણે હાલમાં આવી પડેલ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા બાબતે કળિયુગમાં એક માત્ર જ ઉપાય હોય તો તે હરિનામ સંકીર્તન છે મંત્રજાપ છે અને હનુમાન ચાલીસા સૌથી મહત્વનો ભાગ ભજવે છે ત્યારે રોગમાંથી મુક્તિ મેળવવા બાબત દરેક પરિવાર પોતાના જ ઘરમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરે તો એક એક ચોપાઈ ની અંદર મહત્વ છે જેમકે "નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા"
"સંકટ સે હનુમાન છુડાવૈ મન ક્રમ બચન ધ્યાન જો લાવે"
" જય જય હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુ દેવ કી નાઈ"
"જો સત બાર પાઠ કર કોઈ છુટ્ટી બંદી મહાસુખ હોઈ"હનુમાન ચાલીસાની ચોપાઈમાં અનેક ગુણ જોવા મળી રહ્યા છે ત્યારે હનુમાનજીની ઉપાસના એકમાત્ર ઉપાય છે ત્યારે હનુમાન જયંતી ના દિવસે મંત્ર જાપ અને હનુમાન ચાલીસા પોતાના જ ઘરમાં બેસીને અનુષ્ઠાન કરશે તો તેમનું ઘર પવિત્ર બનશે અને રોગમાંથી મુક્તિ બનશે તેવા આશીર્વાદ શ્રી પંચ દશનામ આહવાન અખાડા ના શ્રીમહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ આપ્યા હતા
ધોરાજીમાં પ્રાચીન ગણાતા હનુમાન વાડી ખાતે ભવ્ય હનુમાન જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં મહાપ્રસાદ મહા યજ્ઞ મહા આરતી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે
તેમજ દરબારગઢ પાસે આવેલ છે બાલ યોગી હનુમાનજી મંદિર ખાતે વર્ષોથી પરંપરાગત મુજબ હનુમાન જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમજ સોની બજાર ખાતે આવેલ જે બાલાજી હનુમાનજી મંદિર હનુમાનજી મંદિર તેમજ સોનાપુરી ખાતે આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિર વિગેરે ધોરાજી શહેરના વિવિધ મંદિરોમાં પણ હનુમાન જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
