<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ભુજમાં ફાઈનાન્સ કંપનીની ઉઘરાણી મામલે છરી વડે હુમલો કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો

પશ્ચિમ કચ્છ એસઓજીએ રૈયા રોડ ઉપરથી ભાગેડુ આરોપીને ઝડપ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ :  ખાનગી ફાયનાન્સ કંપનીઓ અને ખાનગી બેંકો દ્વારા પૈસા વસૂલવા માટે કરાતી ધાકધમકી અને દબાણ અંગે સરકારની મનાઇની કડક સૂચનાઓ હોવા છતાંય વસૂલાતમાં દાદાગીરી કરવાના બનાવો બનતા રહે છે. ભુજમાં બજાજ ફાયનાન્સ કંપનીના બાકી રૂપિયા વસૂલવા જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે જાહેરમાં છરી વડે જીવલેણ હુમલાના બનાવે ચકચાર સાથે ચર્ચા સર્જી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર આ ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સામાં પશ્ચિમ કચ્છ પોલીસ એક્શનમાં આવી હતી અને જાહેરમાં દાદાગીરી કરનાર ત્રણ આરોપીઓની સરભરા કરી હતી. જ્યારે એક આરોપી નાસી છૂટ્યો હતો. આ ભાગેડુ આરોપી ભાવેશગીરી રેવાગીરી ગોસ્વામીને પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે રાજકોટના રૈયા રોડ ઉપરથી ઝડપી ભુજ એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે. એસઓજી પીઆઈ કે.એમ. ગઢવી, પીએસઆઈ એન.ડી. જાડેજા અને ટીમે આ કામગીરી પાર પાડી હતી.

(9:43 AM IST)