News of Saturday, 12th April 2025
જુનાગઢ ઉપલા દાતાર ખાતે હનુમાન જયંતિની મહંત શ્રી ભીમબાપુ દ્વારા વિશેષ ઉજવણી

જુનાગઢ::જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આજે હનુમાન જયંતીની પૂરા ભાવ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં દાતાર બાપુના શિષ્ય કમાલસા બાપુ યા ને જમન જતી મહારાજની આજે હનુમાન જયંતીના પાવન દિવસે જમન જતી મહારાજની મજારને ચાદર ઓઢાડાય હતી અને તેની પૂજા વિધિ કરાયહતી મહંત શ્રી ભીમબાપુ દ્વારા આજે હનુમાન જયંતી નિમિત્તે જમન જતી મહારાજની વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી અને ભાવિકોએ જમન જતી મહારાજના દર્શન કરી અને ધન્ય બન્યા હતા આ તકે જગ્યા ખાતે પધારેલા ભાવિકો માટે વિશેષ ભોજન મહાપ્રસાદનું પણ અનેરૂ આયોજન કરાયું હતું.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
