News of Saturday, 12th April 2025
ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં સૂત્રોચાર આવેદનપત્ર

ઉપલેટા તા.૧૨: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી ગેસમાં રૂપિયા ૫૦ નો ભાવ વધારો કરતા અને રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એસટી બસમાં ૧૦%નો ભાડા વધારો કરતા આ બંને ભાવ વધારાના કારણે પ્રજામાં આક્રોશ ઉત્પન્ન થયો છે ત્યારે આ ભાવ વધારાનો વિરોધ કરવા અને સરકાર સુધી લોકોનો આક્રોશ પહોંચાડવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચાર કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
આવેદનપત્ર આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ કળષ્ણકાંત ચોટાઈએ જણાવેલ હતું કે સમગ્ર દેશમાં મંદી અને મોંઘવારીએ માંઝા મૂકી છે ત્યારે એસટી બસમાં ૧૦% નો ભાડા વધારો અને એલપીજી ગેસમાં રૂ.૫૦ નો ભાવ વધારો મધ્યમ વર્ગના માણસ ઉપર કમર તોડ બોજો બની રહેશે એસ.ટી.એ ભાડા વધારો કરતા હવે ખાનગી વાહનો પણ ૧૦ થી ૫૦ ટકાનો ભાડા વધારો કરશે જે ભાડા વધારો પ્રજાને પડ્યા ઉપર પાટુ સમાન રહેશે આ અંગે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આ રોષને સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસના આગેવાનો ભુપતભાઈ કનેરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાભાઈ ડાંગર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લખમણભાઇ ભોપાળા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જયદેવસિંહ વાળા, ગુલામહુસેનબાપુ, બાબુભાઈ ડેર, નારણભાઈ આહીર, નિશીથ કાલાવડીયા, જયદીપભાઇ ચંદ્રવાડીયા, ઈરફાનભાઇ મુલ્લા, મેરામભાઇ ભારાઈ વગેરે હાજર રહ્યા હતા.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
