<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

જસદણના ખોડાધાર હડમતીયા ગામે ઘોડીને જોઇ માલઢોર ભડકતા બે પરિવારો વચ્‍ચે બઘડાટી

બન્ને પક્ષના ત્રણ વ્‍યકિતઓને ઇજા પોલીસમાં સામાસામી ફરીયાદ

રાજકોટ તા. ૧ર :.. જસદણના ખોડાધાર હડમતીયા ગામે ઘોડીને જોઇ માલઢોર ભડકતા આ મુદ્‌ બે પરિવારો વચ્‍ચે બઘડાટી બોલી જતાં બન્ને પક્ષના ત્રણ વ્‍યકિતઓને ઇજા થઇ હતી. આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

મળતી વિગતો મુજબ ખોડાધાર હડમતીયા ગામે રહેતા કલ્‍પેશભાઇ ચતુરભાઇ ઝાપડીયાએ તે જ ગામના મેઘજી વાલજીભાઇ ઝાપડીયા, બહાદુરભાઇ ઝાપડીયા, પરસોમતભાઇ ઝાપડીયા, બેચરભાઇ ઝાપડીયા, રાજેશ ઝાપડીયા, યશપાલ ઝાપડીયા, પરસોતમભાઇ ઝાપડીયા, વાલજીભાઇ તથા ઝાપડીયા ભાવેશ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી રોડ ઉપર ઘોડી ચલાવતા હતા તે દરમિયાન આરોપીના માલઢોર ઘોડીને જો ભડકી ભાગવા લાગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી હતી. બાદમાં અન્‍ય આરોપીઓએ ફરીયાદીને વાડીના ઝાપા પાસે જઇ લાકડી વડે અને ઢીકાપાટુનો માર માયો હતો. તેમજ વચ્‍ચે પડેલ ફરીયાદીના પિતાજીને પણ આરોપીઓએ માર માર્યો હતો.

સામા પક્ષે અશ્વિનભાઇ પરસોતમભાઇ ઝાપડીયાએ આરોપી ચતુર મેઘજીભાઇ ઝાપડીયા, કલ્‍પેશ ચતુરભાઇ ઝાપડીયા, ગીતાબેન ચતુરભાઇ ઝાપડીયા તથા વિષ્‍ણુ ચતુરભાઇ ઝાપડીયા સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીા કાકી રોડ ઉપર માલઢોરને લઇ જતા હોય ત્‍યારે આરોપી કલ્‍પેશ ઘોડી ચલાવીને નીકળતા માલઢોર ભડકતા ફરીયાદીના કાકીએ ઘોડી દુર ચલાવવાનું કહેતા આરોપીઓ ફરીયાદીના કાકીને ગાળો આપવા લાગતા ફરીયાદી વચ્‍ચે પડતા આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના બેટ વડે ફરીયાદીને માર માર્યો હતો. તેમજ ફરીયાદીને પકડી ઢીકાપાટુનો મારમારી શરીરે બટકા ભરી લઇ ઇજા કરી હતી.

જસદણ પોલીસે બન્ને ફરીયાદો અંગે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:29 PM IST)