હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોટડાસાંગાણીના દુષ્કર્મના ગુન્હામાં ૧૬ વર્ષથી વોન્ટેડ આરોપી દિલ્હીથી પકડાયો
કલમ ૭૦-૮૨ મુજબ વોરંટ ઇસ્યુ થયેલઃ રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

રાજકોટ તા.૧૨: કોટડાસાંગાણીના દુષ્કર્મના ગુન્હામાં ૧૬ વર્ષથી વોન્ટેડ સી.આર.પી.સી.કલમ-૭૦ તથા ૮૨ મુજબના વોરંટ વાળા આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધીક્ષક હિમકરસિંહ, તરફથી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને, સને-૨૦૦૯ ની સાલમાં કોટડાસાગાણી પોલીસ સ્ટેશનના આઈ.પી.સી. કલમ-૩૭૬,૩૨૩.૩૨૪,૫૦૬(૨) મુજબના ગુન્હાના કામે આરોપી નામે સંદીપ ઉર્ફે સંજીત શ્યામ સુંદર ચૌધરી ઉ.વ.૩૭ રહે. ટેન્ક રોડ, બાપાનગર કરોલબાગ દિલ્હી મુળ રહે- ગામ-હરીનગર તા-રાજનગર જીલ્લો-મધુબની બિહાર ગુન્હો આચરી નાસી ગયેલ હોય અને જેના વિરુધ્ધમાં નામદાર કોર્ટ તરફથી સી.આર.પી.સી. કલમ-૭૦ તથા ૮૨ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય અને જે આરોપીને પકડી પાડવા સારુ એલ.સી.બી શાખાના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર આર.બી. બલદાણિયા સ્ટાફ સાથે ટેકનિકલ એનાલિસીસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વર્ક આઉટમા હતા તે દરમ્યાન શાખાના એ.એસ.આઈ. નૌશાજભાઈ અલીભાઈ તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ સોલંકીને જાણવા મળેલ કે સદર આરોપી દિલ્હી ખાતે હોય જેથી આરોપીનો મોબાઈલ નબર મેળવી સચોટ ટેકનીકલ એનાલિસીસ કરી દિલ્હી ખાતે જઇ કરોલબાગ જેવા ગીચ વિસ્તારમાથી આરોપીની ઓળખ કરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને દિલ્હી ખાતેથી રાજકોટ ખાતે લાવી આરોપીનો કબ્જો કોટડાસાગાણી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આ કાર્યવાહીમાં પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.હેડ.કોન્સ હિતેષભાઇ હમીરપરા, પો.કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી અબ્બાસભાઈ ભારમલ તથા મહીપાલસિંહ ચુડાસમા જોડાયા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
