<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

પૂર્વ મુખ્‍યમંત્રી સુરેશભાઈ મહેતાએ ચરાડવા મહાકાળી આશ્રમની મુલાકાત લઇ પૂ. દયાનંદગીરી મહારાજના આશિર્વાદ લીધા

(દીપક જાની દ્વારા) હળવદઃ  ચરાડવા સ્‍થિત શ્રી મહાકાળી આશ્રમ ની ગુજરાત  રાજ્‍ય ના ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાન સુરેશભાઈ મહેતા એ મુલાકાત લીધી હતી મહાકાળી આશ્રમ મહંત અને ૧૩૪ વર્ષ ની ઉંમર ધરાવતા વરિષ્ઠ સંત  પૂજય દયાનંદગિરીજી મહારાજના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. લઘુ મહંત અમરગીરી મહારાજ દ્વારા સુરેશભાઈ મહેતાનું સાલ ઓઢાડી પુષ્‍પ હાર પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સુરેશભાઈ આશ્રમ દ્વારા ગૌશાળા અને અબોલ જીવો ની જે સેવાકીય પ્રવળતિ ચાલે છે તેની વિસ્‍તળત માહિતી ગ્રહણ કરી હતી. ગૌશાળા માં ૫૦ ઉપરાંત ગીર ગૌમાતા છે પરંતુ એક પણ રૂપિયાનું આર્થિક ઉપાર્જન તેના દ્વારા કરવામાં આવતું નથી. ગૌમાતાનું દૂધ શ્વાનો -વાછડાઓ, બિલાડીના સમૂહને અને ઘોડા સહિતના અબોલ જીવોને પીવડાવવામાં આવે છે. આમ નિઃસ્‍વાર્થ ભાવે ચાલતી આ અબોલ જીવો ની સેવાકીય પ્રવળતિ વિષે જાણી સુરેશભાઈ મંત્રમુગ્‍ધ બન્‍યા હતા. આશ્રમમાં શિવ મંદિર અને મહાકાળી માતાજીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને આ પવિત્ર યાત્રા ધામ ની મુલાકાત લઈ ખૂબ પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી

(12:25 PM IST)