<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

સોમનાથ-દ્વારકા રોડ પર વૃક્ષારોપણ : દ્વારકા-જામનગર જીલ્લાનું કામ થઇ ગયું !!

ખંભાળીયા, તા., ૧ર : તાજેતરમાં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા  વૃક્ષારોપણમાં દ્વારકાથી સોમનાથ રોડ જે સમુદ્ર તટ પરનો કોસ્‍ટલ હાઇવે ગણાય છે. તેના બન્ને તરફ વૃક્ષારોપણ કરવા આયોજન થયું હતું.

રાજય સરકાર દ્વારા આ વખતે ખાનગી એજન્‍સીને કામ આપવા નક્કી થયું હતું. જે ૧૦૦ કરોડનું કામ હતું. રાજયના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના પ્રયાસોથી આ ૧૦૦ કરોડનું કામ સદભાવના ટ્રસ્‍ટને તો મળ્‍યું પણ સેવાકીય આ ટ્રસ્‍ટ દ્વારા સામેથી દાતાની મદદથી બીજા ૧૦૦ કરોડ સરકારને ભેગા કરી દેવાયા તે પણ એડવાન્‍સમાં!!

હવે સોમનાથ-દ્વારકા પર વૃક્ષારોપણ થયું તથા ત્રણ વર્ષ સુધી રોપાની જાળવણી માટે પણ કરાર નક્કી થયો પણ ૪૦ હજાર રોપાના લક્ષ્યાંક સામે ર૦ હજારમાં આખો હાઇવે બન્ને તરફ કંપલીટ થઇ ગયો. બાકી બચ્‍યા ર૦ હજાર રોપા તેને વન મંત્રી દ્વારા દ્વારકા તથા જામનગર જીલ્લામાં નાખવા જણાવતા વીસ હજાર રોપાઓ દ્વારકા તથા જામનગરના વિવિધ હાઇવે પર નાખવામાં આવતા થોડા સમયમાં દ્વારકા-સોમનાથ હાઇવે સાથ દ્વારકા તથા જામનગર જિલ્લાના હાઇવે પણ હરીયાળા થઇ જશે. (૪.૨૨)

(1:21 PM IST)