<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

પ્રેમાનંદ સ્‍કૂલમાં શિક્ષણની સાથે સંસ્‍કાર - સંસ્‍કળતિ - શિસ્‍ત અને ધાર્મિક આશિર્વાદ પ્રાપ્ત થાય છેઃ ભૂપેન્‍દ્રસિંહ

જૂનાગઢ તા.૧૨: જૂનાગઢની શૈક્ષણિક સંસ્‍થા શ્રી પ્રેમાનંદ સ્‍કૂલ ખાતે પ્રતિભા સન્‍માન સમારોહ પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા ની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

આ પ્રતિભા સન્‍માન કાર્યક્રમમાં શાળાના ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓને સન્‍માનવામાં આવ્‍યા હતા. પ્રથમ દ્વિતીય અને તળતીય આવેલ વિદ્યાર્થીઓને શિલ્‍ડ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા. આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્‍ત ચૂંટાયેલા પદાધિકારીઓનું તેમજ જૂનાગઢ જિલ્લા અને શહેર ભાજપ અધ્‍યક્ષોનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ તકે કેટલાક વાલીઓએ પણ મંચ પરથી પોતાના પ્રતિભાવો આપ્‍યા હતા. જેમાં નિતાબેન , ગૌરવભાઈ , રોહિતભાઈ , મીતલબેન અને અન્‍યોનો સમાવેશ થાય છે. તેઓના અભિપ્રાય મુજબ આ સંસ્‍થામાં વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત અનેક પ્રકારની તાલીમ આપવામાં આવે છે. જેના દ્વારા બાળકમાં સંસ્‍કાર , સદગુણોનું સીંચન થાય છે તથા વિવિધ પ્રવળત્તિઓ દ્વારા તેનું ૩૬૦ ડીગ્રી વિકાસ થાય છે. ઉપરાંત એક વાલીએ જણાવ્‍યું હતું કે દરેક વર્ગમાં મર્યાદિત સંખ્‍યાને કારણે દરેક વિદ્યાર્થી પર વ્‍યક્‍તિગત ધ્‍યાન આપવામાં આવે છે.

આ પ્રસંગે શ્રી પ્રેમાનંદ સ્‍કૂલના સંસ્‍થાપક પૂજ્‍ય શ્રી મુક્‍તાનંદજી બાપુ તથા શ્રી ગિજુભાઈ ભરાડ સાહેબ દ્વારા સૌને સન્‍માનવામાં આવ્‍યા હતા. આ તકે જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્‍દ્રસિંહજી ચુડાસમા, સ્‍ટે.ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડે.મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષ નેતા મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્‍પેશભાઈ અજવાણી,અગ્રણી શ્રી યોગીભાઈ પઢીયાર, શ્રી અશોકભાઈ ભટ્ટ, માણાવદર ના મામલતદાર શ્રી મહેશભાઈ શુક્‍લ, ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગાધ્‍યક્ષ ડો.વિશાલભાઈ જોશી, શ્રી ભરતભાઈ મેસીયા, શ્રી સંજયભાઈ વઘાસીયા, મનીષભાઈ આચાર્ય, કોર્પોરેટર વિનશભાઈ હદવાણી, સંજયભાઈ ધોરાજીયા, જ્‍યોતિબેન વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.

શ્રી પ્રેમાનંદ વિદ્યાધામ ના ડાયરેક્‍ટર ડો. માતંગભાઈ પુરોહિતના માર્ગદર્શનમાં સમગ્ર સ્‍ટાફે કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

(2:04 PM IST)