<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

વિસાવદરમાં કાલે આમ આદમી પાર્ટીના ધુરંધરોનું આગમન : વિશાળ કાર્યકર સંમેલન

ગોપાલ રાય, ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, કરશનબાપુ ભાદરકા, ચૈતર વસાવા, હેંમત ખવા, ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓના ધારદાર ભાષણ થશે

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૨: વિસાવદરમાં આવતીકાલ તા.૧૩-૪-૨૦૨૫ રવિવારના રોજ સતીઆઈ પાર્ટી પ્‍લોટ ખાતે સવારે ૯ કલાકે આમ આદમી પાર્ટીના ધુરંધરોનુ આગમન થઈ રહ્યુ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોનુ વિશાળ સંમેલન યોજાશે. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના અગ્રીમ હરોળના નેતાઓ શ્રી ગોપાલ રાય, ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, કરશનબાપુ ભાદરકા, ચૈતર વસાવા, હેંમત ખવા, ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓના ખાસ ઉપસ્‍થિત રહેશે અને ધારદાર ભાષણ આપશે ત્‍યારે ‘આપ' દ્વારા સંમેલનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે

(1:38 PM IST)