<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

પોરબંદરમાં હનુમાન જયંતીએ બાલા હનુમાન મંદિરે મહા રકતદાન કેમ્‍પના પ્રારંભે ૧ હજાર બોટલોથી વધુ રકત એકત્ર

 

પોરબંદરઃ સુદામા મંદિર પાસે સુપ્રસિધ્‍ધ બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતીની પૂર્વ સંધ્‍યાથી શરૂ થયેલ મહારકતદાન કેમ્‍પમાં રકતદાન કરવા યુવક યુવતીઓ ઉમટી પડયાં હતાં. મહારકતદાન કેમ્‍પના પ્રારંભથી ગઇ કાલે રાત્રે ૧૦ વાગ્‍યા સુધીમાં ૧ હજાર બોટલથી વધુ રકત અકઠું થઇ ગયું હતું. આ મહારકતદાન કેમ્‍પમાં ૫ હજાર બોટલના ટાર્ગેટથી વધુ રકતદાન થાય તેવી અપેક્ષા આયોજકો અને સ્‍વયં સેવકોને છે. મહારકતદાન કેમ્‍પમાં રકતદાન કેમ્‍પ માટે ઉમટી પડેલા યુવક યુવતીઓની તસ્‍વીરો (તસ્‍વીર પરેશ પારેખ પોરંબદર)

(1:46 PM IST)