<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

પોરબંદરમાં ઇતિહાસ રચાયોઃ બાલા હનુમાન ગૃપ આયોજીત રકતદાન કેમ્‍પમાં ૬૦૦૦ બોટલ રકત થવાની શકયતા

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧રઃ પોરબંદરમાં આજે હનુમાન જયંતીના પવિત્ર દિવસે ગઇકાલ રાત્રીથી મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં આજે બપોર સુધીમાં પપ૦૦ બોટલ રકત એકત્ર થયું છે. સાંજ સુધીમાં આ આંકડો ૬૦૦૦ સુધી પહોંચી જવાની શકયતા છે.

પોરબંદરમાં બાલા હનુમાન ગૃપ આયોજીત મહારકતદાન કેમ્‍પમાંૅ સૌરાષ્‍ટ્ર -ગુજરાતમાં રકતદાન ક્ષેત્રે પોરબંદરે ઇતિહાસ રચ્‍યો છે. પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારો બગવદર, કડછ સહિતના ગામોમાંથી પણ મોટી સંખ્‍યામાં રકતદાતાઓ ઉમટી પડયા છે.

રકતદાન પ્રત્‍યે પોરબંદર પંથકની જનતાએ ઐતિહાસિક જનજાગૃતી બતાવી છે. જય શ્રી રામ અને જય શ્રી હનુમાન દાદાના નાદ સાથે રકત દાન કરવા માટે ભકતોએ લાઇનો લગાવી છે. (૪.૨૯)

(3:11 PM IST)