<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

વિસાવદરના ચકચારી પોકસો કેસમાં આરોપી નિર્દોષ : ભેંસાણના બરવાળા ચકચારી લૂંટ કેસમાં આરોપીઓ નિર્દોષ

બન્ને કેસમાં યુવા ધારાશાસ્ત્રી કમલેશ જોશીની દલીલો

વિસાવદર : સેસન્સ કોર્ટમાં ચાલતા એક સગીરવયની દીકરીનું લગ્ન કરવાના ઇરાદે તેમના વાલીપણામાંથી આરોપી દ્વારા અપહરણ કરી લઈ જઈ તેવો સગીર હોવાનું  જાણવા છતાં તેની સંમતિ વગર તેમની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ હોવાની ફરિયાદ ભોગબનનારના પિતાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ હતી જે કામમાં આરોપીની વિસાવદર પોલીસે ઉપરોક્ત ગુનાના કામમાં ધરપકડ કરી ત્યારબાદ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલું હતું અને આ કેસ સ્પેશિયલ પોકસો કેસ તરીકે વિસાવદર સેસન્સ કોર્ટમાં ચાલેલ હતો. એમાં ફરિયાદપક્ષે  સાહેદોને તપાસવામાં આવેલ હતા. તેમાં ભોગ બનનાર  તથા તેના માતા-પિતા તથા અન્ય સાહેદો અને તપાસ કરનાર અધિકારી તથા ડોકટરની જુબાની લેવામાં આવેલ હતી આ કામમાં વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેશ બી. જોષી રોકાયેલા હતા અને તેઓએ સમગ્ર સાહેદોની વિસ્તૃત ઉલટતપાસ કરેલ હતી અને ભોગ બનનારની ઉંમર અંગે કોઈ જન્મ તારીખનો દાખલો આધારકાર્ડ કે અન્ય કોઈ પુરાવા ન હોય ત્યારે માત્ર રેડિયોલોજીસ્ટના રિપોર્ટ માની અને સગીર હોવાનું અનુમાન કરી શકાય નહીં આ ઉપરાંત ભોગ બનનાર તથા તેના માતા પિતાની ઉલટ તપાસ ધ્યાને લઈ આ વિશેષ ઉલટતપાસમાં તેઓની પાસે જન્મના કોઈ પ્રમાણપત્ર ન હોય તથા તેમની દીકરીને ખેતી કામ કરવું ન હોય તેથી તેઓ રાજસ્થાન જતી રહેલ અને આરોપીને ઓળખતા ન હોય તે સંબંધેની દલીલ કરી ખરી હકીકતો ઉલટ તપાસમાં રેકોર્ડ ઉપર લાવતા અને આ સંબંધે ધારદાર દલીલો કરી રજૂઆત કરતા નામદાર વિસાવદરના સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળીએ આરોપીને નિર્દોષ ઠરાવી  છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
વિસાવદરની સેસન્સ કોર્ટમાં ચાલતા ભેસાણ તાલુકાના બરવાળા ગામના ચકચારી લૂંટ કેસમાં વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેસ જોશીની ધારદાર દલીલો ધ્યાને લઇ તમામ આરોપીઓને વિસાવદર સેસન્સ કોર્ટ નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો છે. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે,બરવાળા ગામના રમેશભાઈ જીવકુભાઈ વિગેરે ૬ વ્યક્તિ સામે લૂંટની ફરિયાદ ભેસાણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી. તપાસ કરનાર અધિકારીએ આરોપીઓ સામે વિસાવદર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું અને આ કામમાં પ્રોસિક્યુશન તરફે ૨૩ સાહેદો તપાસવામાં આવેલા અને ૨૩ જેટલા દસ્તાવેજો રજૂ કરી કેસ પુરવાર કરવા ધારદાર દલીલો કરવામાં આવેલ હતી આ કામમાં બચાવ તરફે વિસાવદરના ધારાશાસ્ત્રી કમલેશ જોશી દ્વારા  ધારદાર દલીલો કરી કાયદાકીય જોગવાઈઓ સબધે દલીલ કરતા વિસાવદરના સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળીએ આ દલીલો ધ્યાને લઇ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા આદેશ કર્યો છે

(6:00 PM IST)