News of Sunday, 13th April 2025
ગોંડલના ગુંદાળા ગામે પ્લોટ ફાળવણી બાબતે સરપંચ પર હુમલો : ગામ લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો :આરોપીની ધરપકડ
ગામલોકોના વિરોધ પ્રદર્શન બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો

ગોંડલના ગુંદાળા ગામે સરપંચને માર માર્યાની ઘટના બાદ ગામલોકો અને મહિલાએ પોલીસ સ્ટેશન ઘેરીને વિરોધ પ્રદર્શન કર્યાની ઘટના સામે આવી છે. અહીં 100 વારના પ્લોટ નાથા ભરવાડને ફાળવવા હિતેન્દ્રસિંહે સરપંચને કહ્યું હતું. પણ સરપંચે પોલીસ સ્ટેશનમાં નાથા સાકરિયા નામના શખ્સની તરફેણમાં રજૂઆત કરી હતી. જે બાદ આ અંગે હિતેન્દ્રસિંહ દ્વારા સરપંચ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. મહત્ત્વનું છે કે, ગામલોકોના વિરોધ પ્રદર્શન બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે અને ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગુંદાળા ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણી મુદ્દે સરપંચ પર હુમલો થયો હતો. ગામના ત્રણ શખ્સોએ સરપંચ પર હુમલો કર્યો હતો. એ પછી ગામમાં અત્યારે તંગદીલીનો માહોલ સર્જાઈ હતો. 100 વારના પ્લોટની ફારવણીનો વિવાદ હતો. આ પ્લોટ નંબર 55માં નાજા ભરવાડ અને નાથા સાકરિયાના નામે એ સંયુક્ત પ્લોટ હતો. હિતેન્દ્રસિંહે આ પ્લોટ નાજા ભરવાડને આપવા માટે સરપંચને કહ્યું પરંતુ સરપંચે પોલીસ સ્ટેશનમાં નાથા સાકરિયાની તરફેણમાં રજૂઆત કરી અને આ બાબતમાં ખાર કાઢી અને પછી હિતેન્દ્રસિંહએ સરપંચ પર હુમલો કરાયો તેવા આક્ષેપો સરપંચ દ્વારા કરવામાં આવ્યા હતા.
હુમલાની ઘટના પછી ગામના લોકો ભેગા થઈને પોલીસ સ્ટેશન માથે લીધું હતું. એ પછી હિતેન્દ્રસિંહ ઉર્ફ હિતુભા જાડેજા છે સહિત અન્ય બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જ્યાં સુધી કાર્યવાહી ન કરી ત્યાં સુધી ત્યાં લોકો હાજર રહ્યા હતા. ગોંડલના ડીવાયએસપીએ આરોપીની ધરપકડનો વિડીયો બતાવ્યો એના પછી સ્થિતિ નિયંત્રણમાં આવી હતી.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
