<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

‘અકિલા'ના પત્રકાર કૌશલ સવજીયાણીના પિતાશ્રી પ્રવીણભાઈ મથુરાદાસ સવજીયાણીનું દુઃખદ અવસાન

જામ ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા જિલ્લો): સ્‍વ. મથુરાદાસ લવજી સવજીયાણીના પુત્ર પ્રવીણભાઈ મથુરાદાસ સવજીયાણી (માસ્‍તર,ઉ.૭૨) તે રમેશભાઈ, જયેશભાઈ, હસુભાઈ, અ.સૌ સાધનાબેન ગીરીશકુમાર કક્કડ (જામનગર), અ.સૌ શીતલબેન દિલીપકુમાર સમાણી(ભાટિયા)ના મોટાભાઈ થાય અને કૌશલભાઈ સવજીયાણી (અકિલા પત્રકાર - મો.૯૧ ૯૯૧૩૧ ૨૮૯૯૯) અને અભિષેકભાઈના  પિતાશ્રી તથા સ્‍વ. મથુરાદાસ નરસિદાસ મોટાનીનાં જમાઈ થાય. જેઓ આજરોજ શ્રીજી ચરણ પામેલ છે.

તેમની સ્‍મશાન યાત્રા આજ રોજ તા ૧૪/૦૪/૨૦૨૫ સોમવારના બરછા પાડો, મુરલી મંદિર પાસેથી નીકળી હતી. સ્‍મશાન યાત્રામાં મોટી સંખ્‍યામાં જામ ખંભાળિયાના અગ્રણીઓ કુટુંબીજનો અને વેપારીઓ જોડાયા હતા. (રર.૪)

(10:52 AM IST)