હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્ર-કચ્છમાં ડો.બાબા સાહેબ આબેડકર જન્મ જયંતિની ઉજવણી
ગામે-ગામ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ : રેલી, ભજન સહિતના કાર્યક્રમોમાં જનમેદની ઉમટી

પ્રથમ અને બીજી તસ્વીરમાં જુનાગઢમાં તથા ત્રીજી તસ્વીરમાં જસદણમાં થયેલ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીની તસ્વીર. (તસ્વીરઃ મુકેશ વાઘેલા (જુનાગઢ), હિતેશ ગોસાઇ-જસદણ)
રાજકોટ, તા., ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.
ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પુષ્પાંજલી, રેલી, ભજન સહિતના કાર્યક્રમોમાં જનમેદની ઉમટી પડી છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા તથા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનાં માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં કાર્યકરો દ્વારા ડો.ભીમરાવ આંબેડકર જયંતી સન્માન અભિયાન અંતર્ગત વોર્ડ નં ૧૦ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફસફાઈ તેમજ રંગોળી કાર્યકર્મ કરવામાં આવેલ હતો જેમાં પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પલવીબેન ઠાકર અનુ. જાતિ મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર બક્ષીપંચ પ્રદેશ મોરચા ઉપાધ્યક્ષ જે કે ચાવડા પૂર્વ મેયર ગીતાબેન પરમાર યોગીભાઈ પઢિયાર ઇન્ચાર્જ કમલભાઈ ચુડાસમા સહ ઇન્ચાર્જ અભયભાઈ રીબડીયા, જીતુભાઈ પરમાર, મનુભાઈ મોકરિયા આ કાર્યક્રમના ઇન્ચાર્જ કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, વિજયભાઈ દાફડા, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસીયા, પરાગભાઈ રાઠોડ, હસમુખભાઈ મકવાણા, મહિલા મોરચાના જયોતીબેન વાડોલિયા, કનકબેન વ્યાસ, યુવા મોરચાના ઉપાધ્યક્ષ રુષિકેશ મર્થક, પૂર્વ કોર્પોરેટર વોર્ડ પ્રમુખો અનુ જાતિ મોરચાના હોદેદારો મોહનભાઈ પરમાર, દિનેશભાઈ ચુડાસમા, સી. ડી. પરમાર તેમજ આગેવાનશ્રીઓ મોટી સખ્યામાં મહાનગરનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સાથે સાથે ટીબાવાડી દલિત સમાજ મા આજરોજ સાંજે ૬.૩૦ કલાકે મહાનગર પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા કોર્પોરેટર મયુર ભલાણી, ઈલાબેન બાલસ, મધુબેન મિયાત્રા, અ. જા ઉપપ્રમુખ માધવભાઈ વારસુર તથા દલિત સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા જુનાગઢ મહાનગરનાં દરેક વોર્ડમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ મહાનગર આયોજીત વિશ્વરત્ન મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતી નિમિતે આજ કી શામ બાબા કે નામ રંગારંગ કાર્યક્રમ ગઇકાલે રાત્રીના ૧૦ કલાકે યોજાયો હતો. આજે સાંજે શોભાયાત્રા યોજાશે. બાબા સાહેબની પ્રતિમા પાસે ડો.આંબેડકર નગર, બિલખા રોડ, જુનાગઢ ખાતે ઉપસ્થિત રહેવા રાવણભાઇ લાખાભાઇ પરમાર મો. ૮૧પ૬૦ ર૮૮૮૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
જસદણ
(હિતેશ ગોસાઇ દ્વારા) જસદણઃ જસદણમાં ભારતરત્ન ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિતે અનેકાએક કાર્યો યોજાયા હતાં અને ડો. બાબા સાહેબને ગર્વભેર યાદ કરાયા હતાં ત્યારે જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અનિતાબેન અને તેમના પતિ ભાજપના આગેવાન અલ્પેશભાઈ આ બંને રૂપારેલિયા દંપતિએ આજે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ પ્રસંગે શ્રદ્ધા સાથે શબ્દાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે આપણા બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રતિક એવા ડો. બાબા સાહેબને તેમની જન્મજયંતિ નિમિતે નમન કરીએ છીએ દેશ માટે જેમનું યોગદાન અનન્ય રહ્યું એવાં બાબા સાહેબને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ સમાનતા અને માનવીય ગૌરવ માટે સતત ઝઝૂમનારા ડો. બાબા સાહેબને તેમનાં કામોને આવનારી પેઢી પણ યાદ કરશે જેમનું યોગદાન કયારેય ભૂલાશે નહી.(૪.૨૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
