<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ધોરાજીમાં બાઇક ડિવાઇડર સાથે ભટકાતા મેંદરડાના યુવાનનું મોત

૨ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગૂમાવી

ધોરાજી તા. ૧૪: હાલ મેંદરડા ખાતે બસીરભાઇ હુશેનભાઇ સીલરી ઉ.વ. ૪૩ નું ધોરાજીના સ્‍ટેશન રોડ પર બાઇક લઇને જતા હતા અને તેમનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ થતા ધોરાજી સરકારી દવાખાળાને સારવારમાં આવતા ફરજ પરના ડોકટરશ્રીએ મૃત જાહેર કરેલ મૃત્‍યુ પામનાર મેંદરડા ખાતે મજુરી કામ કરતા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે એએસઆઇ મહેશભાઇ રાડા તપાસ ચલાવી રહેલ છે.

(11:08 AM IST)