News of Monday, 14th April 2025
સોૈરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ વચ્ચે વહેલી સવારે ઝાકળવર્ષા
પવનના સૂસવાટા યથાવતઃ બપોરે ‘‘ લૂ'' ફેંકતો પવન

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ વચ્ચે આજે વહેલી સવારના સમયે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.
વહેલી સવારે ઝાકળવર્ષા બાદ સૂર્યનારાયણ દર્શન થતાની સાથે જ હૂંફાળુ વાતાવરણ છવાઇ ગયું હતું અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે બપોરના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪, મહતમ તાપમાન ૩૪.૬, ભેજનું પ્રમાણ ૮ર ટકા, પવનની ગતિ ૧૧.૪ કિ.મી. રહી છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
