News of Monday, 14th April 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક 3 લાખ ગુણીની આવક થતાં જગ્યા ટૂંકી પડી

ગોંડલ:: માર્કેટિંગ યાર્ડમાં ઘાણા ની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડના આસી. સેક્રેટરી હિતેષભાઇ સાવલીયા એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 3 લાખ થી વધુ ગુણી ની આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે. સૌરાષ્ટ ના ગીર સોમનાથ, પોરંબંદર જામનગર બોટાદ સહિત ના જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યાં હતા. બાજુમાં આવેલ પાર્કિંગ માં 3500 થી વધુ વાહનો લાગ્યા હતા. ખેડૂતો ને 20 કીગ્રા ધાણા ની હરરાજીમાં બજાર ભાવ 800 થી લઈને 1650 રુપિયા સુધી મળ્યા હતા. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા ની આવક બંધ કરવામાં આવી છે તેવું યાર્ડના આસી. સેક્રેટરી હિતેષભાઇ સાવલીયા એ જણાવ્યું હતું.(તસવીર-અહેવાલ: ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
