<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

પત્‍નીનાં પ્રેમ સંબંધથી કંટાળી યુવાનનો ઝેરી દવા પી આપઘાત

વંથલીના વાડલા ફાટક પાસેની ઘટના, સ્‍યુસાઈડ નોટના આધારે પિતાને મરવા મજબૂર કર્યાની માતા અને પ્રેમી પુત્રની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪: વંથલીના વાડલા ફાટક નજીક આવેલ રોયલ હાઇટ્‍સ એપાર્ટમેન્‍ટ બી વિંગ બ્‍લોક નંબર ૨૦૪માં રહેતા એસટી કર્મચારી ૪૪ વર્ષીય દીપકભાઈ અગ્રાવતનું રાત્રે ઝેરી દવા પી લેતા સારવાર મળે તે પહેલા મળત્‍યુ નિપજ્‍યું હતુ.

પિતાનાં આપઘાતને લઈ તેના ૨૧ વર્ષીય પુત્ર મોહિતભાઈએ પોતાની માતા અને શ્‍યામ શાહ નામના શખ્‍સ વિરુદ્ધ પિતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા વંથલી પીઆઇ આર. એ. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. યુવકની ફરિયાદ અનુસાર શનિવારે હનુમાન જયંતી હોવાથી લમ્‍બે હનુમાન મંદિરે દર્શન કરવા ગયો હતો રાત્રે ૧૧ વાગ્‍યે બહેનએ પપ્‍પાએ ઘરે દવા પી લીધી હોવાની જાણ કરી હતી. ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે દીપકભાઈને મળત જાહેર કર્યા હતા.

યુવાને ફરિયાદમાં ૪ વર્ષ પહેલાં માતા કેર ટેકરની નોકરી કરવા દુબઈ ગયા હતા. બે વર્ષ બાદ તેના વર્તનમાં ફેરફાર જણાતા પિતાને શંકા ગઈ હતી. માતાનું વ્‍હોટ્‍સએપ ચેક કરતા શ્‍યામ શાહ સાથે પ્રેમ સંબંધ હોવાનું શંકા ગઈ હતી. બંનેના પ્રેમ સંબંધની ખબર પડી જતા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર માનસિક ત્રાસ આપતા દીપકભાઈએ ઝેરી દવા પી લેતા મળત્‍યુ પામ્‍યા હોવાની પુત્ર ફરિયાદના આધારે પોલીસે મહિલા, તેના પ્રેમી સામે ગુનો નોંધ્‍યો હતો.

મળતકના પુત્રની ફરિયાદ અનુસાર શ્‍યામ શાહે શનિવારની રાત્રે મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેનું કોલ રેર્કોડિંગ પિતાના હોવાનું મોબાઇલમાં હોવાનું જણાવ્‍યું હતું તેમજ પિતાએ સ્‍યુસાઇડ કરતા પહેલા દાદીના મોબાઇલ પર મેસેજ કરી ગાદલા નીચે બુકમાં સ્‍યુસાઈડ નોટ હોવાનું જણાવ્‍યું હતું. જેની ઝેરોક્ષ કરાવી પોલીસને આપવાનું જણાવી લખ્‍યું હતું કે ‘‘માફ કરજે દીકરા આ લોકોથી કંટાળી હું આ દુનિયા છોડી જાઉં છું''. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(12:09 PM IST)