ગાંજો પીવા નહીં મળતા ભાણવડના સઇદેવળિયાના વ્યસની વૃધ્ધનું બેભાન થઇ જતા જામનગર જેલમાં મોત
જામજોધપુર પંથકમાં પાંચ લાખની છેતરપીંડી કર્યાની બે ફરીયાદ : કાલાવાડ વિસ્તારમાં જુની અદાતવતનો ખાર રાખી ગાડીને નુકશાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪ : ભાણવડ તાલુકાના સઈદેવરીયા ગામે રહેતા કૈશીકભાઈ ધનજીભાઈ લક્ષ્મણભાઈ ગજરોતર, ઉ.વ.ર૪ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮-૪-ર૦રપના ધનજીભાઈ લક્ષ્મણભાઈ ગજરોતર, (ઉ.વ.૬૦) ૧૩ દિવસથી ભાણવડ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુન્હામાં જીલ્લા જેલ જામનગર ખાતે હોય અને તેને છેલ્લા ચાલીસેક વર્ષથી ગાંજાનું વ્યસન હોય અને ગાંજા વગર રહી શકતા ન હોય જે વ્યસનનના કારણે શરીરમાં નબળાઈ રહેતી હોય જેથી અચાનક બેભાન થઈ જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે દાખલ કરેલ અને આજરોજ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.
ભાવાભી ખીજડીયા ગામે જુગાર રમતા છ ઝડપાયા
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ભાવાભી ખીજડીયા ગામના પાટીયાથી આગળ આવેલ આશ્રમ પાછળ સરકારી ખરાબાની જગ્યામાં ઈમ્તીયાઝ શેરમામદ બ્લોચ, રાજેશભાઈ શામજીભાઈ રંગપરા, ભીમજીભાઈ વલ્લભભાઈ કોડીયા, જીતેન્દ્રકુમાર મુળજીભાઈ પટેલ, ધર્મેશભાઈ ભીમજીભાઈ રાખોલીયા, પંકજભાઈ મનસુખભાઈ કછડીયા પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૧,ર૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.
પડી જતા મોત
લાલપુર તાલુકાના જોગવડ સીમ ગામે રાજદુતનગરમાં રહેતા જતીન્દરસીંઘ દીલબાગસીઘ, ઉ.વ.૩૯ એ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, વિશ્વદાપસીંઘ પરતાપસીંઘ ઉ.વ.ર૬, રે. પડાણા ગામ, ન્યુ પડાણા રેસીડેન્સી, તા.લાલપુર, પોતાના રૂમ ખાતેથી નીકળી ગયેલ હોય અને પડાણા ગામ ખાતે અનોપસિંહ હેમંતસિંહની ઓરડીઓની પાછળની બાજુએ ચાલીને જતો હોય તે દરમ્યાન કોઈ કારણસર જમીન પર પડી જતા હેમરેજ થઈ જતા નાક માંથી લોહી નીકળી જતા મૃત્યુ પામેલ છે.
વાહન માલીકના ખોટા દસ્તાવેજ બનાવી છુમંતર
શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ધવલભાઈ ભગવાનજીભાઈ વિસાણી, ઉ.વ.૩૭, રે. શેઠવડાળા ગામ, તા.જામજોધપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-ર-ર૦ર૪ થી તા.૧૧-૪-ર૦ર૪ શેઠવડાળા ગામે ફરીયાદી ધવલભાઈની દુકાને આરોપીઓ મીલન ચંદુલાલ વિસાણી, સંગીતાબેન રાજેશભાઈ આલાણી નામની મહિલાએ નામ ધારણ કરેલ છે તથા એક અજાણ્યો ઈસમે ભેગા મળી ફરીયાદી ધવલભાઈને અર્ટીગા ફોર વ્હીલ કાર જી.જે.૦૧-ડબલ્યુ બી-૧ર૧૩ વાળી રૂ.૧,૭૦,૦૦૦/- માં વેચાણથી આપવા વિશ્વાસમાં લઈ વેચારણ કરારમાં વાહન માલીકનું ખોટુ નામ ધારણ કરી તેમા વાહન માલીકની ખોટી સહી કરી ખોટા દસ્તાવેજ બનાવી ખરા તરીકે વાપરવા ફરીયાદી ધવલભાઈને આપી ફરીયાદી ધવલભાઈ પાસેથી રૂ.૧,૭૦,૦૦૦/- લઈ જઈ વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ગુનો કરેલ છે.
શેરબજારમાં રૂપિયા ડબલ કરી આપવાાની લાલચ
શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં તેજુસ્વામી બજરંગલાલસ્વામી સ્વામી, ઉ.વ.૩૦, રે. ગોકુલનગર, સરદાર પાર્ક-૧, પ્લોટ નં.૪૦-૪પ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-૭-ર૦ર૪ના જામઆંબરડી ગામની સીમ ફરીયાદી તેજુસ્વામીની લાઈમસ્ટોનની ખાણ ઓલ છે ત્યાં આરોપી પવનકુમાર રાકેશ પ્રકાશ મથુરીયા એ શેરબજારમાં પોતે સારૂ એવુ જાણતા હોય અને પોતાની પ્રોફાઈલ આડી પણ હોય જેથી રૂ.૧,૦૦,૦૦૦/- નું રોકાણ કરવાથી તેના ડબલ થી પણ વધારે રૂપિયા નો નફો થાશે તેવી લાલચ આપી ફરીયાદી તેજુસ્વામીને વિશ્વાસમાં લઈ તેમના મામાના દિકરા શોભીતભાઈના બેંક એકાઉન્ટ નં.૭૩૯૯૩૪પપર૧ માં રૂપિયા નખાવીને ફરીયાદી તેજુસ્વામીએ રોકાણ કરેલ રૂપિયા તથા નફાની રકમ તા.૧૦-૧૦-ર૦ર૪ ના રોજ આપવાની થતી હોય જેથી ફરીયાદી તેજુસ્વામીની ખાણ થી તા.૭-૧૦-ર૦ર૪ નના રોજ સવારમાં ફરીયાદી તેજુસ્વામીને આપેલ સેમસંગ કંપનીનો મોબાઈલ ફનોન મોડલ નંબર એસ-૧પ નો પોતાની સાથે લઈ પોતાના વતનમાં ભાગી જઈ ફરીયાદી તેજુસ્વામીના રોકાણ કરેલ રૂ.૧,૦૦,૦૦૦/- તથા નફાની રકમ રૂ.ર,૮૬,૦૦૦/- મળી ભાગ માં આવતા કુલ રૂ.૩,૮૬,૧૦૦/- જે આજદીન સુધી પરત નહી આપી તેમની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ગુનો કરેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
