<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ગોંડલના વેકરી ગામ પાસે મનીષ મોરીનો ઝેરી દવા પી આપઘાત

યુવાને ઝેર પીધા બાદ ભાઇને જાણ કરીઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૪: ગોંડલ તાલુકાના વેકરી ગામની સીમમાં આવેલી વાડીએ ખેતમજુર યુવાને ઝેરી દવા પી તેના ભાઇને ફોન કરતા તેને સાવરાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ઉત્તર પ્રદેશ હાલ ગોંડલ તાલુકાના વેકરી ગામની સીમમાં આવેલી વાડીએ ખેતમજુરીનું કામ કરનાર મનીષ માધુભાઇ મોરી (ઉ.વ. ર૮) નામના યુવાને ગત તા. ૧૦/૪ના રાત્રીના વાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દવા પીધા બાદ તેણે પોતાના ભાઇ રવીને ફોન કરી આ અંગે જાણ કરી હતી. જેથી તેનો ભાઇ તાકીદે અહીં પહોંચ્‍યો હતો અને યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. અહીં સારવાર દરમિયાન ગઇકાલે સમી સાંજના યુવાને હોસ્‍પિટલ બીછાને દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મનીષ બે ભાઇ ત્રણ બહેનના પરિવારમાં ત્રીજા નંબરે અને અપરિણીત હતો તે ખેતીકામ કરતો હતો. યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ આદરી છે.

(11:36 AM IST)