<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

વાંકાનેરમાં યુસીસી ના વિરોધમાં વિશાળ મૌનરેલી

 

(મહમદ રાઠોડ-લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૪ :  સમાન સિવિલ કોડ યાને યુસીસીના વિરોધમાં વાંકાનેરમાં મુસ્‍લિમ સમુદાયની વિશાળ મૌનરેલી રવિવારે સવારે નીકળી હતી. રવિવારે અડધો દિવસ બજારો ખુલ્લી રહેતી હોય છે પરંતુ આ રેલીના આયોજનને પગલે વેપારીઓએ ગ્રીન ચોક સહિત રેલીના રૂટ મુજબના રસ્‍તાઓમાં વેપારીઓએ સ્‍વયંભૂ બંધ પાળેલો જોવા મળ્‍યો હતો.

આ રેલીમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્‍ય શ્રી જાવેદભાઇ પીરઝાદા, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વાંકાનેર મુસ્‍લિમ સમાજના પ્રમુખ ગુલમહંમદભાઇ બ્‍લોચ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગુલામભાઇ પરાસરા, એડવોકેટ અને નોટરી પીર સૈયદ શકીલ એહમદ પીરઝાદા, વાંકાનેરના સિનિયર પત્રકાર અને મુસ્‍લિમ સમાજના મહામંત્રી મહંમદભાઇ રાઠોડ તેમજ ભાટી એન. સહિત અન્‍ય મીડીયા કર્મીઓ, જીલ્લા પંચાયતના ઇસ્‍માઇલ બાદી, વાંકાનેરના સૈયદ બશીરબાપુ, તબ્‍લીંગ જમાતના મૌલાના નુરમહંમદભાઇ ગાઝી, ઇરફાન પીરઝાદા, હાજી અ.ગાફર રાઠોડ, જાકીરભાઇ બ્‍લોચ, મ્‍યુ. સભ્‍યો અશરફ ચોહાણ, રઝાક તરીયા, તેમજ ફારૂકભાઇ (બીલ્લી) તરીયા સિપાઇ જમાત, ઘાંચી પીંજારા, મકરાણી, મોમીન, ફકીર, પઠાણ, કૂરેશી જમાતના અગ્રણીઓ સહિત પીપળીયા રાજ ગૌષે સમદાની, પાંચદુદ્વારકા મદ્રેસા, પલાંસકી મદ્રેસા ઉપરાંત તાલુકાના રાજાવડલા, અમરસર, તિથવા, વાલાસણ, કોઠારીયા, ટોળ, અમરાપર ઉપરાંત શહેરી વિસ્‍તારના મિલપ્‍લોટ, હશનપર, શકિતપરા અને તાલુકાના અન્‍ય ગામો પંચાસર, રાતીદેવરી, રાણેકપર, વઘાસીાય, પંચાસીયા, વાંકીયા, ચંદ્રપુર, લાલપર લીંબાળા, જોધાપર, મહિકા, ગારીડા, ભલગામ, સમઢીયાળા, સિંધાવદર, કણકોટ, ખીજડીયા, ખેરવા સહિતના શહેર અને તાલુકાભરના પ૪ ગામોના મુસ્‍લિમ આગેવાનો, મસ્‍જીદ, મદ્રેસાઓના મૌલાના આલીમા સહિત યુવાનો મોટી સંખ્‍યામાં આ રેલીમાં જોડાયા હતા.

 પૂર્વ ધારાસભ્‍ય જાવેદભાઇ પીરઝાદાના પુત્ર કાસાની પીરઝાદા, મકસુદ રાઠોડ સહિત રેલીમાં પીર સૈયદ શકિત પીરઝાદાએ સંવિધાનની બૂક હાથમાં લઇ અમે આ સંવિધાનના સમર્થન સાથે જ ચાલીશું તેવું આહવાન કર્યુ હતું અને આ યુસીસી રદ કરવા તથા નવા વકફ કાયદાનો વિરોધ કરી તેને રદ કરવાની માંગણી બૂલંદ કરી હતી.

નાયબ કલેકટરશ્રીને આવેદન પાઠવ્‍યા બાદ આ રેલીમાં સામેલ થવા બદલ વાંકાનેર શહરે અને તાલુકા મુસ્‍લિમ સમાજ દ્વારા દરેક સામાજીક , ધાર્મિક, રાજકીય અગ્રણીઓ, યુવાનો તથા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને પત્રકાર મિત્રોનો આભાર વ્‍યકત કર્યો હતો.

(11:43 AM IST)