હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોમનાથ સાનિધ્યે યોજાયું ઓલ ઇન્ડીયા નેશનલ આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટીવલ
દિલ્હી નૃત્યાંજલી સંસ્થાના ઉપક્રમે ર૦ રાજયોના રપ૦ થી વધુ કલાકારોએ કલાના કામણ પાથર્યા

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૪: સોમનાથ મહાદેવ સાનિધ્યે રામ મંદિર ઓડીટેરીયમ ખાતે શ્રી સોમનાથ સમગ્ર ભારત રાષ્ટ્રીય કલા-સંસ્કૃતિ બે દિવસીય મહોત્સવ યોજાયો.
આ મહોત્સવમાં ર૦ થી વધુ જેટલા રાજયોના રપ૦થી વધુ આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. જેમાં ચાર વરસથી માંડીલ પ૬ વરસ સુધીના કલાકારોએ પોતાનું-સમુહનું સ્ટેજ પ્રર્ફોમન્સ રજુ કર્યું.
દિલ્હીની નૃત્યાંજલી એ સેન્ટર ઓફ ગ્લોબલ આર્ટ એન્ડ કલ્ચર અને ગીવીંગ હેન્ડસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં નૃત્ય, શાસ્ત્રીય-લોક નૃત્ય-સેમી કલાસીકલ-મોડલ ડાન્સ, ગાયન-વાદન-એક પાત્રીય અભિનય વ્યકિતગત-ગ્રુપ પ્રર્ફોમન્સ પ્રસ્તુત કરાયા.
દેશના અલગ અલગ ભાગોમાં આવા ૬ થી ૭ કાર્યક્રમો યોજાતા રહે છે. સંસ્થાના ડાયરેકટર ડો. સુમિતા દત્તારોય તથા સંદિપ રોય બન્ને પતિ-પત્ની છે કે જેઓનો હેતુ એક જ છે સમાજમાં જે નિર્ધન બાળકો પોતાની કળા પ્રોત્સાહન અને પૈસા વગર વિકસાવી શકતા નથી તેઓને કળા શીખવાડી-પ્રોત્સાહીત કરી તેના કલાસ લઇ તેને મંચ આપી રાષ્ટ્રીય ફલકમાં લાવવા અને નવી પેઢી આપણી સંસ્કૃતિ ભૂલી ન જાય તે માટે તેને મંચ પુરો વીનામુલ્યે તાલીમબધ્ધ કરી પુરો પાડીએ છીએ.
દેશના અલગ-અલગ રાજયોમાં જેમ કે મથુરા, અયોધ્યા, દિલ્હી, કલકત્તા, ઉજજૈન, ઓરિસ્સા, બંગાળ સહિતમાં યોજી ચુકેલા છે. ગુજરાતમાં આ પ્રથમ કાર્યક્રમ છે અને ગંગા દસહેરા દિવસે હરદ્વારમાં યોજવાનું આયોજન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
