News of Monday, 14th April 2025
પોરબંદરના માલવાહક જહાજની મસકત પાસે જળ સમાધિઃ સોમાલિયા જતું હતું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪: પોરબંદરના માલવાહક જહાજમાં કોઇ કારણથી ભંગાણ પડતા આ જહાજ મસકત પાસે ડુબી ગયું હતું.
પોરબંદરના ખારવા અગ્રણીનું હયાન નામનું વહાણ મસકતથી સોમાલીયા તરફ જતા ત્યારે જહાજમાં ભંગાણ પડયું હતું. વહાણમાં કુલ ૧૩ ક્રુ મેમ્બરો હતા સવાર તમામનો આબાદ બચાવ થયો. વહાણ હાલ કિનારા પર લાવવામાં આવ્યું સામાન બહાર કાઢવા પ્રયાસ શરૂ થયેલ છે. વહાણના માલિક ભીખુ વેલજી લોઢારીનું હતું તેમનુ આ ત્રીજુ વહાણ છે. અગાઉ પણ બે વહાણની થઇ છે જળ સમાધી લીધી હતી. આજે હયાન નામનું વહાણ ક્રેસ થતા ૬ કરોડની નુકશાની થઇ છે.(૬.૧૦)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
