સાવરકુંડલાના વિકાસને નવી દિશાઃ રેસ્ટ હાઉસ અને આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત
સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કસવાલા ગિરધરવાવ નજીક અતિથિ ગૃહની નવી સૂવિધાની ભેટ

(દીપક પાંધી) સાવરકુંડલા,તા.૧૪: સાવરકુંડલાના વિકાસના સ્વપ્નને સાકાર કરતું વધુ એક પગલું લેવાયું. ગિરધરવાવ નજીક અંદાજે ૩.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક રેસ્ટ હાઉસ તેમજ ૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાયપાસથી સાવરકુંડલા શહેરમાંથી ગેટ સુધી રિસર્ફેસિંગ ,સી.સી રોડ ડામર રોડ, રોડ ફર્નિશીંગ, આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું.આ પ્રસંગે સાંસદ ભરતભાઇ સુતરિયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા.આ ખાતમુહૂર્ત કાર્યક્રમ નવા બસ સ્ટેન્ડ સામે,મહુવા રોડ ખાતે યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.નાયબ દંડક વેકરિયાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલાનો વિકાસ એ અમારી પ્રાથમિકતા છે અને આ રેસ્ટ હાઉસ તેમજ આઇકોનિક રોડના નિર્માણથી પ્રદેશના નાગરિકો અને મુલાકાતીઓને અત્યંત સુવિધા મળશે. આ પ્રોજેક્ટ સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. સુતરીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવરકુંડલાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને આ પ્રોજેક્ટ તે દિશામાં એક નક્કર ઉદાહરણ છે. આ વિકાસ કાર્યોથી પ્રદેશમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે.ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના પોતાના સંકલ્પને દોહરાવતા જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આ વિકાસ કાર્યોને આવકાર્યા હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સાવરકુંડલાની ઓળખ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તે નિヘતિ છે.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, એપીએમસી ચેરમેન દિપકભાઈ માલાણી,નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, શહેર ભાજપ પ્રમુખ અનિરૂદ્ધસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા,જિલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ગજેરા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડયા,જિલ્લા અ.જા મોરચા પ્રમુખ કેશુભાઈ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ મનુભાઈ ડાવરા ,સામાજિક અગ્રણી ડો.દિપકભાઈ શેઠ, ડો.વડેરા, મુકુંદભાઈ નાગ્રેચા, વિનુભાઈ રાવળ, ઘનશ્યામભાઈ જયાણી,ઘનશ્યામબાપુ રામાનુજ, કનુબાપુ ખુમાણ,ઉદ્યોગપતિ દેવચંદભાઈ કપોપરા, કરશનભાઈ ડોબરીયા, રસિકભાઈ વેકરીયા, નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત હોદેદારશ્રીઓ,સદસ્યશ્રીઓ,શહેર તેમજ તાલુકા સંગઠન હોદેદારશ્રીઓ,મહિલા આગેવાનશ્રીઓ સહિત શહેરીજનો આ રિસર્ફેસિંગ,સી.સી.રોડ ડામર રોડ,રોડ ફર્નિશીંગ,આઇકોનીક રોડ તેમજ નવા રેસ્ટહાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.(૪૦.૧૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
