હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રોલમાં ભવ્ય શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ યોજાશે
ઐતિહાસીક સ્થળ ભુચર મોરી ખાતે તા. ૧પ થી ૧૭ દરમિયાન રામા મંડપ તેમજ ત્રણ દિવસ સુધી બપોર અને સાજે મહાપ્રસાદનું આયોજન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૪: ધ્રોલના સુધા ફૈબા આશ્રમના સરોજ ફૈબા તથા કાજલ ફૈબા સમસ્ત ધ્વારા શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ મહોત્સવનું આગામી તા. ૧૫ થી તા. ૧૭ દરમ્યાન ઐતિહાસીક સ્થળ ભુચર મોરી ખાતે હોય, મંડપ દરમ્યાન ત્રણ દિવસ સુધી મહાપ્રસાદ, રામા મંડળ સહીતના ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
ધ્રોલમાં જોડીયા રોડ પર આવેલ સુધા ફૈબાના આશ્રમ શ્રી રામસેવા ગૌ સેવા ટસ્ટ ધ્વારા તેમજ શ્રી ધ્રોલ સરોજ ફૈબા તથા કાજલ ફૈબા સમસ્ત ધ્વારા આગામી તા. ૧૫,તા.૧૬ અને ત.૧૭ના રોજ શ્રી રામદેવજી રામહાજ સવરા મંડપના આયોજન દરમ્યાન તા. ૮/૪/૨૫ના રોજ કુંભ સ્થાપન કરવામાં આવશે અને તા.૧૫ના રોજ બુમિ પુજન તેમજ બારપોર જયોત પ્રાગટય, તા. ૧૬ના રોજ મંડપ ખડા થવાનું મહુર્ત સવારે ૭.૨૫ સવારે, સવારે ૯.૩૦ ના રોજ માવાપર ગામે નેજાના સામૈયા કરવામાં આવશે અને તા. ૧૭ ના રોજ વહેલી સવારે જયોત વિસર્જન તેમજ સવારે ૭.૩૦ કલાકે થંભ પુર્ણાહુતી કરવામાં આવશે, આ ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન તા. ૧૫,૧૬,૧૭ ના રોજ બપોરે ૧૨ કલાકે અને સાંજે ૭.૩૦ કલાકે એમ બે ટાઈમ મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ છે. અને તા.૧૬ ના રોજ જસદળના પ્રખ્યાત શ્રી મહાકાળી રામા મંડળન રાત્રે ૯ કલાકે ભુચરમોરી મેદાન ખાતે રાખવામાં આવેલ છે.
ધ્રોલના સરોજ ફૈબા તથા કાજલ ફૈબા સમસ્ત ધ્વારા આયોજીત શ્રી રામદેવજી મહારાજ સવરા મંડળનું આગામી તા. ૧૫ થી તા. ૧૭ સુધી ધ્રોલના ભુચર મોરી મેદાન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ હોય, આ ધાર્મિક કાર્યક્રમ ઉપસ્થિત રહેવા માટે સૌ ધર્મ પ્રેમી જનતાને પધારવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગોકળભાઇ વરુ, વિનુભાઈ અધેરા, અરવિંદભાઈ પરમાર, વિજયભાઈ પરમાર, બાલા મિત્ર મંડળ, માધાપર મિત્ર મંડળ, મોરાર સાહેબ ખંભાડીયા મિત્ર મંડળ, નાના ગેરડીયા મિત્ર મંડળ, સહિત સહયોગથી ભવ્ય આયોજન.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
