<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

જામનગર ધ્રોલમાં બે ઘટના : મોટર સાયકલ સ્‍લીપ થઇ જતા અને પડી જતા પાછળ બેસેલ બે મહિલાના મોત : લોઠીયા ગામે નદીમાં ડૂબી જતા યુવાનનું મોત

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪ : અહીં શીવમ સોસાયટી એરફોર્સ-ર રોડ પર રહેતા રાહુલભાઈ પરષોતમભાઈ સાવલીયા, ઉ.વ.૩૪ એ પંચ એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મંજુબેન પરસોતમભાઈ સાવલીયા, ઉ.વ.૬૦ વાળા જાહેર કરનાર રાહુલભાઈ બંન્ને એકટીવા મોટરસાયકલ જેના રજી. નં. જી.જે.૧૦-બીકે-૦૦૭૩ વાળુ લઈને જામનગરથી મોટાથવારીયા ગામ જતા હોય અને જાહેર કરનાર રાહુલભાઈ મોટરસાયકલ ચલાવતા હોય ઠેબા ગામથી આગળ આઈ.ઓ.સી.એલ. પહેલા ગોલાઈ પર કાલાવડ-જામનગર હાઈવે રોડ પાસે મોટરસાયકલ સાઈડમાં ઉતરી જતા મોટરસાયકલ માંથી સ્‍લીપ થઈ જતા મોટરસાયકલ પાછળ બેઠેલ મરણજનાર મંજુબેન પડી જતા શરીરે છોલછાલ જેવી ઈજા તથા માથામા ગંભીર ઈજા થતા મૃત્‍યુ પામેલ છે.

ધ્રોલ તાલુકાના હરીપર ગામે રહેતા ધીરજભાઈ રામજીભાઈ ભંડેરી, ઉ.વ.૪૧ એ પંચ ઁએઁ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ધીરજભાઈ તથા તેના પત્‍ની મરણજનાર મધુબેન ધીરજભાઈ ભંડેરી, ઉ.વ.૪૧ વાળા બંન્ને તેનું મોટરસાયકલ જી.જે.૧૦-ડી એસ-૯૮પર વાળુ લઈને હરીપર થી પસાયા ગામ જતા હોય અને રસ્‍તામાં પાછળ બેસેલ મરણજનાર મધુબેનને અચાનક ચકકર આવી જતા મોટરસાયકલ પરથી નીચે પડી જતા શરીરે છોલછાલ જેવી ઈજા તથા માથામા ગંભીર ઈજા થતા મૃત્‍યુ પામેલ છે.

અહી નવાગામ ઘેડ, ખડખડનગર, બચુભાઈ ગુજરાતીની વાડી પાસે રહેતા રમેશભાઈ કરશનભાઈ ડાભી, ઉ.વ.૩ર વાળા એ પંચ ઁબીઁ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  મહેશ કરશનભાઈ ડાભી, ઉ.વ.૩૦ લોઠીયા ગામે સ્‍મશાન પાછળ નદીમાં નાહવા માટે  ગયેલ હોય અને તરતા ઓછુ આવડતુ હોય જેથી પાણીમાં ડુબી જવાથી મરણ થયેલ છે.

મોટર સાયકલ ચોરી થયાની રાવ

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કાંતીભાઈ કરમશીભાઈ નંદાસણા, ઉ.વ.૪૭, રે. રામપર ગામ, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  કાંતીભાઈએ રામપર ગામે પોતાની વાડીએ આથમણી સીમમાં પોતાનું સ્‍પેલન્‍ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૩-પ૩૭૯ વાળુ પોતાની વાડીના શેઢે રાખેલ હોય જેની કિંમત રૂ.૧પ,૦૦૦/નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

યુવાને આયખું ટુકાવ્‍યું

સિકકા પાટીયા પાસે રાજ એન્‍ટરપ્રાઈઝની ઓરડીમાં રહેતા રબ્‍બેઆલમ હુશેન શેખ શનુલ્લાહ, ઉ.વ.ર૪ વાળા એ મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મુકેશભાઈ માહિમા સિંઘા, ઉ.વ.૩૦ વાળા પોતાના રહેણાક ઓરડીમાં કોઈપણ કારણોસર પોતાની જાતે પોતાના મેળે ગળાફાંસો ખાઈ જતા મૃત્‍યુ પામેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, રંગુનવાલા હોસ્‍પિટલ ગઢની રાંગમાં શૈચાલય પાસે આરોપીઓ યુનુસભાઈ યાકુબભાઈ વહેવારીયા, કાદરભાઈ જુમાભાઈ કોરા એ ઘોડીપાસાનના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,ર૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:38 PM IST)